જૂનાગઢ: ઐતિહાસિક રામકથામાં વિશેષ ભોજન પ્રસાદકેદારનાથ થી શરૂ થયેલી ઐતિહાસિક બાર જ્યોતિર્લિંગની રામકથા આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સમાપન થયું છે. 12000 કિલોમીટરની આ ઐતિહાસિક રેલવે પ્રવાસ દ્વારા રામકથાના સ્થળો પર શ્રોતાઓ માટે વિશેષ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં જે સ્થળે કથાએ વિરામ લીધો હતો તે સ્થળ અને રાજ્યની વિશેષ વાનગીને શ્રોતાઓના ભોજન માં ખાસ પ્રકારે સમાવેશ કરીને કથા સાંભળવા માટે આવેલા શ્રોતાઓને ઈશ્વરના સ્મરણની સાથે જે તે રાજ્યના ભોજન પ્રસાદનો સ્વાદ પણ મળી રહે તેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

"અમારો પ્રયાસ જે તે રાજ્ય અને સ્થળની ખાસ વખણાતી વાનગીઓ પીરસવાનો રહ્યો હતો જે રીતે ગુજરાતમાં ગુજરાતી થાળીની સાથે ખમણ શ્રીખંડને પૂરી તેજ રીતે જેતે રાજ્ય અને સ્થળની ખૂબ જ ખ્યાતના ભોજન હોય છે તેને આ.12 દિવસ દરમિયાન શ્રોતાઓ માટે ભોજન પ્રસાદના રૂપમાં પીરસવામાં આવ્યું હતું. જેને ગ્રહણ કરીને શ્રોતાઓ પણ ખૂબ જ પ્રફુલિત થતા જોવા મળ્યા હતા"-- નાથાભાઈ (ભોજન વ્યવસ્થાના સંચાલક)
વિશેષ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી
ભોજન માટે સ્થાનિક વાનગી: પ્રાધાન્યભારતના બાર જ્યોતિર્લિંગમાં રામકથા પરિભ્રમણ કરીને આજે સોમનાથ ખાતે સમાપન થઈ છે. ત્યારે 12 દિવસ દરમિયાન જે જગ્યા પર કથાનું આયોજન થયું હતું. ત્યાં જેતે રાજ્યની અથવા તો સ્થળના સ્થાનિક ભોજનને વિશેષ પ્રાધાન્ય આપ્યું હતું. આજે સોમનાથમાં કથાનું સમાપન થયું છે. ત્યારે ગુજરાતી થાળી સાથે શિખંડ અને પૂરી અને ખમણ પીરસવામાં આવ્યા હતા. તો બીજી તરફ દક્ષિણના રાજ્યોમાં જ્યાં કથા આયોજિત થઈ હતી. ઢોસા મહારાષ્ટ્રમાં સેવ પાવ ઉસડ અને વડાપાવ તેમજ મલ્લિકાર્જુન ખાતે ખાસ વિશેષ પ્રકારે બનાવેલી બદામ ખારેક રબડી શ્રોતાઓને પીરસવામાં આવી હતી. જે સ્વાદને લઈને શ્રોતાઓને ખૂબ જ વિશેષ ભોજનની અનુભૂતિ પણ વિશેષ તથા યાત્રામાં થઈ હતી.