ETV Bharat / state

Gujarat Budget 2022 : માછીમારોએ નાણાંપ્રધાનના બજેટને માત્ર વાતોના વડા કહ્યું..! - Budget for Fishing Entrepreneurs

માછીમારી ઉદ્યોગકારોને રાહત મળે તે માટે પણ બજેટ (Gujarat Budget 2022) રજૂ થયું હતું. પરંતુ નાણાંપ્રધાને માછીમારી ઉદ્યોગને (Gujarat Budget for Fishermen) લઈને વાતોના વડા સિવાય કશું સિદ્ધ કર્યું નથી તેવું સૌરાષ્ટ્ર વિસ્તારના માછીમારોનું કહેવું છે.

Gujarat Budget 2022 : માછીમારોએ નાણાપ્રધાનના બજેટને માત્ર વાતોના વડા કહ્યું..!

author img

By

Published : Mar 4, 2022, 2:11 PM IST

જૂનાગઢ : રાજ્ય સરકારે વર્ષ 2022-23 નું સામાન્ય (Gujarat Budget 2022) અંદાજપત્ર રજૂ કર્યું છે. અંદાજપત્રમાં માછીમારી ઉદ્યોગને લઈને પણ સરકાર આગામી નાણાકીય વર્ષમાં આયોજન અને યોજનાઓ બનાવી છે. જે માછીમારો અને માછીમારી (Gujarat Budget for Fishermen) ઉદ્યોગકારોને રાહત મળે તે માટે કામ કરશે તેવી જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારના માછીમારો બજેટમાં કરવામાં આવેલી રાજ્ય સરકારની જોગવાઈ નિરર્થક અને છેતરપિંડી સમાન ગણાવી હતી.

માછીમારોએ નાણાપ્રધાનના બજેટને માત્ર વાતોના વડા કહ્યું..!

બજેટમાં માછીમારી ઉદ્યોગને લઈને છેતરપિંડી યુક્ત જાહેરાતો

ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે. જે દર વર્ષે બજેટમાં માછીમારી ઉદ્યોગને લઈને છેતરપિંડી યુક્ત જાહેરાતો કરવામાં આવી રહી છે. પરંતુ તેનો અમલ આજદિન સુધી થયો નથી. તેને કારણે સૌરાષ્ટ્રની કરોડરજ્જુ સમાન ગણાતો અને સૌથી મોટી રોજગારી આપતો માછીમારી ઉદ્યોગ દિવસેને દિવસે પતન તરફ આગળ વધી રહ્યો છે. જેમાં આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારની જાહેરાત વધુ એક વખત માછીમારી ઉદ્યોગને પતન તરફ આગળ લઈ જવાની જાહેરાત વેરાવળના માછીમારો બજેટમાં થયેલી જોગવાઈને માની રહ્યાં છે.

બંદરોના વિકાસ અને વિસ્તૃતિકરણ 25 વર્ષથી માત્ર વાતુના ગોટા

રાજ્ય સરકારે આ વર્ષના અંદાજપત્રમાં વેરાવળ, પોરબંદર અને માઢવડ સહિતના સૌરાષ્ટ્રના કેટલાક બંદરોના વિસ્તૃતિકરણ કરવાને લઈને યોજનાઓ બનાવી છે. આ યોજનાઓ પાછલા 25 વર્ષથી બનતી રહી છે. બંદરના વિકાસનું કામ રાજ્ય સરકાર હસ્તકનું છે. ત્યારે છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં શાસન કરતી સરકાર બંદરના વિકાસના કામોને લઈને દર વર્ષે બજેટમાં જોગવાઈ કરે છે. પરંતુ છેલ્લા 25 વર્ષથી વેરાવળ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના બંદરોમાં કોઈ નોંધપાત્ર કામ થયું હોય અથવા તો બંદરના વિસ્તૃતિકરણને લઈને કોઈ હકારાત્મક દિશામાં કામ ચાલતું હોય તેવું આજદિન સુધી બનવા પામ્યુ નથી. બજેટને માછીમારો, બોટના માલિકો અને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોના ગળાથી નીચે ઉતરી રહ્યું નથી.

આ પણ વાંચો : Union Budget 2022: માછીમારી ઉદ્યોગને એક વર્ષ બાદ પણ નથી મળ્યો રાહત પેકેજનો એકપણ રૂપિયો, આગામી બજેટમાં શું પુરી થશે આશાઓ?

ડીઝલ પરની સબસિડી પહેલા પાંચ દિવસમાં મળતી હતી

રાજ્ય સરકારની બજેટ દરખાસ્ત અંગે ETV Bharatને વેરાવળના ઉદ્યોગકાર દિપક દોરીયા જણાવ્યું હતું કે, માછીમારી ઉદ્યોગ પર કમરતોડ ફટકો સતત વધી રહેલા ડીઝલના ભાવોને કારણે પડી રહ્યો છે. માછીમારી ફરવા માટે જતી એક બોટમાં અંદાજે 2500 હજાર થી 3000 નું હજાર લિટર જેટલું ડીઝલ વપરાતું હોય છે. આવી સ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ડીઝલની સબસીડી વર્ષ- 2014 અને તેની પૂર્વે અઠવાડિયા કરતા ઓછા સમયમાં બોટ માલિકોના ખાતામાં જમા થઈ જતી હતી.પરંતુ પાછલા સાત વર્ષથી ડીઝલમાં મળતી સબસીડી મહિનાઓ સુધી બોટ માલિકના ખાતામાં જમા થતી નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર માછીમારી (Budget for Fishing Entrepreneurs) ઉદ્યોગને રાહત આપવાની વાતો કરી રહી છે જેને લઈને માછીમાર ઉદ્યોગકારો નકારી રહ્યા છે.

આ પણ વાંચો : Junagadh Economist on Budget: સરકારે માત્ર રજૂ કરવા પૂરતું બજેટ રજૂ કર્યું, આમાં ઉપયોગી કંઈ નથી

પીલાણાની બોટોને લઈને બજેટમાં કોઈ શબ્દનો ઉપયોગ કરાયો નથી

માછીમાર સમાજના અગ્રણી લલિત ફોફંડીએ જણાવ્યું કે, વેરાવળ બંદર પર અંદાજે 2500 થી 3000 જેટલી નાની પીલાણાની બોટ મોટેભાગે કેરોસીનથી ચાલતી હોય છે. પીલાણાની બોટ અને કેરોસીનને લઈને રાજ્ય સરકારે બજેટમાં કોઇ પણ પ્રકારની જાહેરાત કરી નથી. વેરાવળ બંદરમાં પડેલી 2500 થી 3000 બોટો પૈકી 200ની આસપાસ બોટ હાલ માછીમારી ફરવા માટે જઈ રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ બોટને ચલાવવા માટે કેરોસીનનો જથ્થો અને કેરોસીનમાં આપવામાં આવતી સબસીડી સમયસર અને પૂરતા પ્રમાણમાં કેરોસીન પ્રાપ્ત થતું નથી. આવા સમયે રાજ્ય સરકારના બજેટમાં નાણાપ્રધાને માછીમારી ઉદ્યોગને લઈને વાતોના વડા સિવાય કશું સિદ્ધ કર્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.