ETV Bharat / state

જૂનાગઢ, માંગરોળ અને માળીયા હાટીના તાલુકાને જોડતા નવા ફોરટ્રેકનો સર્વે થતાં ખેડૂતોએ વિરોધ કર્યો

જૂનાગઢ, માંગરોળ અને માળીયા હાટીના તાલુકાને જોડતા નવા ફોરટ્રેકનો સર્વે થઇ રહ્યો છે. ત્યારે આઠથી દસ ગામના ખેડૂતોએ આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તમામ સરપંચોના લેટરપેડ ઉપર આ ફોરટ્રેક નહીં બનાવવા લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં મામલતદાર માંગરોળને આવેદન આપીને આ ફોરટ્રેક અહીંથી પસાર નહીં કરવા જણાવાયું હતું.

Junagadh
જૂનાગઢ, માંગરોળ અને માળીયા હાટીના તાલુકાને જોડતા નવો ફોરટ્રેકનો સર્વે થતાં ખેડુતોએ કર્યો વિરોધ
author img

By

Published : Aug 20, 2020, 7:54 PM IST

જૂનાગઢ: માળીયા હાટીનાના ગળોદરથી આંત્રોલી સુધીનો ફોરટ્રેક બનાવવાનો નવો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં જુથળ, શકરાણા, લંબોરા, ઢેલાણા, ભાટગામ, સુલતાનપુર, ગોરેજ, ચંદવાણા, નગીચાણા, ફરંગટા, બામણવાડા, સહીતના ગામોમાંથી આ ફોરટ્રેક હાઇવે બનાવવાની યોજના ઘડાઇ રહી છે. આ રોડનો સર્વે શરૂ થતાં જ આંદોલનના ભણકારા વાગ્યા છે.

જૂનાગઢ, માંગરોળ અને માળીયા હાટીના તાલુકાને જોડતા નવો ફોરટ્રેકનો સર્વે થતાં ખેડુતોએ કર્યો વિરોધ

જેમાં સરપંચ એસોસીએશનના પ્રમુખ ભાવેશ ડાભીએ માંગરોળ મુકામે તમામ ગામોના સરપંચોને બોલાવી આ ફોરટ્રેક નહીં બનાવા દેવા વિરોધ કર્યો હતો. જેમાં તમામ સરપંચોના લેટરપેડ ઉપર આ ફોરટ્રેક નહીં બનાવવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મામલતદાર માંગરોળને આવેદન આપીને આ ફોરટ્રેક અહીંથી પસાર નહીં કરવા જણાવાયું હતું.

આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, જો અહીંથી આ ફોરટ્રેક પસાર થશે તો હજારો ખેડૂતોની જમીન સંપાદન થશે તો ખેડુતો નોંધારા બની જશે. જેથી અહીંથી આ રોડ નહીં પસાર કરવા લેખિતમાં જણાવાયું છે. જયારે આ સરપંચ એસોસીએશનને ખેડૂત આગેવાનોએ પણ ટેકો આપ્યો હતો અને આવેદનમાં જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.