ETV Bharat / state

હાપામાં મહિલાઓ પર હુમલાના બનાવમાં કોળી સમાજે કર્યો વિરોધ

હાપામાં છેલ્લા ઘણા સમયથી અમુક અસામાજીક તત્વો અનેક લોકોને નકસાન પહોંચાડતા હોવાની ઘટનાઓ બની રહી છે. જેને લઇને હાપામાં મહિલાઓ પર હુમલા પ્રકરણમાં કોળી સમાજે વિરોધ કર્યો હતો.

હાપામાં મહિલાઓ પર હુમલાના બનાવમાં કોળી સમાજે કર્યો વિરોધ
હાપામાં મહિલાઓ પર હુમલાના બનાવમાં કોળી સમાજે કર્યો વિરોધ
author img

By

Published : Apr 1, 2021, 4:26 PM IST

  • હાપામાં મહિલાઓ પર હુમલા પ્રકરણમાં કોળી સમાજનો વિરોધ
  • ઈસમો સતત મહિલાઓને ટાર્ગેટ કરે છે ટારગેટ કરી રહ્યા છે
  • અસામાજિક તત્વો પર પોલિસ દ્વારા લગામ લગાવવામા આવે કોળી સમાજની માગ

જામનગર: હાપામાં 3 મહિલાઓ પર હુમલા પ્રકરણમાં કોળી સમાજે વિરોધ કર્યો હતો. હાપામાં કોળી સમાજે વધતા ગુનાને લઈ કર્યો વિરોધ જામનગરના હાપામાં પૂર્વે પણ આવી જ ઘટના બની હતી. જેમાં 10 જેટલા ઈસમોએ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો.

આપણ વાંચોઃ કુતિયાણા તાલુકા પંચાયતના નવનિયુક્ત મહિલા ઉપપ્રમુખ અને તેના પતિ પર જીવલેણ હુમલો

ઈસમો સતત મહિલાઓને કરી રહ્યા હતા ટાર્ગેટ

જો કે, હાપામાં છેલ્લા ઘણા સમયથી અમુક અસામાજીક તત્વો અનેક લોકોને નુકસાન પહોંચાડતા હોવાની ઘટનાઓ બની રહી છે. 3 મહિલાઓ પર 10 ઈસમોએ હુમલો કર્યો હતો. જો કે, ઈસમો સતત મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યા હતા. પંચ A ડિવિઝન પોલીસે 10માંથી 7 ઇસમોને ઝડપી પાડ્યા છે અને હજુ ફરાર 3ની શોધખોળ શરૂ કરી છે.

હાપામાં મહિલાઓ પર હુમલાના બનાવમાં કોળી સમાજે કર્યો વિરોધ

આપણ વાંચોઃ કપડવંજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો

જામનગરમાં મહિલાઓ પર હુમલો

હાપામાં દારૂ વેચવા મામલે પૂર્વે પણ 2 જૂથ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં એક યુવકને છરીના ઘા જીકવામાં આવ્યા હતા. જામનગરમાં કોળી સમાજની 3 મહિલાઓ પર હુમલો કરવામાં આવતા મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાપામાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. સમાજના આગેવાનો સમગ્ર ઘટનાને વખોડી હતી અને ફરી આવી ઘટના ન બને તે માટે લોકોને સાવધાન જણાવવામાં આવ્યું છે. જામનગરના હાપામાં સતત વધતી અસામાજિક તત્વોની ગતિવિધિઓ પર પોલિસ પણ લગામ લગાવે તેવી કોળી સમાજે માગણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.