ETV Bharat / state

જામનગરથી શ્રમિકોને લઈને પાંચમી ટ્રેન રવાના કરાઇ - રેલ્વે તંત્ર ગુજરાત

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા બીજા રાજ્યના પરપ્રાંતીય લોકોને તેમના વતન મોકલવા માટે ટ્રેનની વ્યવસ્થા કરાઇ હતી.

જામનગરથી શ્રમિકોને લઈને પાંચમી ટ્રેન રવાના કરાઇ

author img

By

Published : May 11, 2020, 12:01 AM IST

જામનગરઃ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં પણ દરેડ, જામનગર શહેર સહિતના અન્ય વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા જામનગર રેલવે જંક્શન ખાતેથી રાત્રે 8:00 કલાકે 1200 જેટલા પરપ્રાંતીય મજૂરો અને તેમના પરિવારને ઉત્તરપ્રદેશના શાહજહાંપુર ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

જામનગરથી શ્રમિકોને લઈને પાંચમી ટ્રેન રવાના કરાઇ

જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજ રોજ જામનગરથી ઉત્તરપ્રદેશ માટે ચોથી ટ્રેન મોકલવામાં આવી રહી છે. હાલ સુધીમાં જામનગરથી કુલ 4 શ્રમિક ટ્રેન રવાના થઇ ચૂકી છે. જેમાં 3 ટ્રેન ઉત્તરપ્રદેશ માટે અને 1 ટ્રેન બિહાર માટેની હતી. આ ટ્રેનમાં મુસાફરી કરનારા તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડિકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશિયલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતાં.

જામનગરથી મુસાફરી કરનારા તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા. રેલવે તંત્ર દ્વારા સમગ્ર કોચને સેનિટાઈઝડ કરવામાં આવ્યા હતાં. તેમજ રેલ્વેની મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.