માહિતી પ્રમાણે વરસાદ ન પડવાને કારણે જામનગર શહેરને પીવાનું પાણી પુરૂં પાડતાં જળાશયોમાં તળીયા દેખાઇ ગયા છે. તો બીજી તરફ મહત્વનો સ્ત્રોત ગણાંતા આજી-3 જળાશયને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવેલ છે. ત્યારે મુખ્યપ્રધાનએ જામનગરની પીવાના પાણીની સમસ્યા જોતાં રણજીતસાગરમાં નર્મદાના નીર ઠાલવવા અભુતપુર્વ નિર્ણય કર્યો હતો. આગામી દિવસોમાં વડાપ્રધાન જામનગર આવી રહ્યા છે, તે પૂર્વે ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાં તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે.
સિંચાઇ વિભાગના અધિકારી ભરત ખખ્ખરે જણાવ્યુ કે, રણજીતસાગર ડેમથી 10.5 કી.મી. દુર સૌની યોજનાના પાણી નદીમાં ઠાલવવામાં આવશે. દુષ્કાળ જેવી પરિસ્થિતી હોવા છતાં વગર ચોમાસે રણજીતસાગર ડેમ છલોછલ ભરવા માટે તંત્રએ ખાસ પગલાં ભરતાં લોકોને પાણીની મુશ્કેલી નહીં પડે. જો કે, આગામી લોકસભા ચૂંટણી આવતી હોય લોકોને જરા પણ તકલીફ ન પડે તે માટે તંત્ર એક પછી એક પગલાં ભરી રહી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.