પ્રવિણસિંહ ઝાલાને જામનગરની જી.જી. હોસ્પિટલના મેડિકલ ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમનું ડાયાબિટીસનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં ડાયાબિટીસનું પ્રમાણ વધતાં insulinનું પ્રમાણ વધારવામાં આવતા તેમને દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા અનુસાર પ્રવિણસિંહ છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસના દર્દી છે. તેમની બીમારીમાં ઉતાર-ચડાવ જોવા મળતો હતો. જામજોધપુરના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ કેસમાં જામનગરની જિલ્લા જેલમાં આજીવન કેદની સજા હાલ ભોગવી રહ્યા છે. પ્રવીણને પોલીસ બંદોબસ્ત સાથે જી.જી. હોસ્પિટલમાં લવાયા છે અને ડોક્ટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.