જામનગર: કોરોના ઇફેક્ટને લઇને શહેરમાં બે દિવસથી મહાનગરપાલિકાની દસ જેટલી ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારમાં હાલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 26 જેટલા કેસ કરવામાં આવ્યા છે. જેમાં રૂપિયા 500 લેખે તમામ વ્યક્તિ સામે દંડ વસૂલવામાં આવ્યો છે.
શહેરમાં અંબર ચોકડી પાસે ડેપ્યુટી કમિશ્નર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. અહીં 3 વ્યક્તિઓને જાહેરમાં થૂંકતા ઝડપી પાડયા હતા. તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.