ETV Bharat / state

Navratri 2023: "ગુજરાત સે મેરા રિશ્તા હે પુરાના, મેરા નામ હે આયુષ્યમાન ખુરાના", ડ્રીમગર્લ જામનગરના આંગણે - માતાજીની આરતી

પ્રખ્યાત બોલિવૂડ સ્ટાર આયુષ્યમાન ખુરાના જામનગરના મહેમાન બન્યા હતા. તેમને સાંસદ પૂનમબેન માડમનું આમંત્રણ માન આપીને નવરાત્રિના પ્રથમ દિવસે જામનગરમાં માતાજીની આરતી અને ગરબાનો લાભ લીધો હતો. વાંચો ડ્રીમગર્લના જામનગરના પ્રવાસ વિશે વિસ્તારપૂર્વક

બોલિવૂડ પ્રખ્યાત એક્ટર આયુષ્યમાન ખુરાના જામનગરના મહેમાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 12:17 PM IST

આયુષ્યમાન ખુરાના જામનગરના મહેમાન બન્યા

જામનગરઃ ગુજરાતમાં મોસ્ટ અવેટેડ ફેસ્ટિવલ એવા નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. ખેલૈયાઓ આ તહેવારની આખુ વર્ષ મીટ માંડીને બેઠા હોય છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ નિમિત્તે વિશિષ્ટ આયોજનો થતાં હોય છે. જેમાં અનેક નામાંકિત કલાકારોને પણ નવરાત્રિમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવે છે. જામનગરમાં આવા જ અતિથિ વિશેષ તરીકે બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર આયુષ્યમાન ખુરાના હાજર રહ્યા હતા. સાંસદ પૂનમબેન માડમના આમંત્રણને માન આપીને આયુષ્યમાન જામનગરના મહેમાન બન્યા હતા.

સાંસદ પૂનમબેન માડમના આમંત્રણને માન આપી જામનગર પધાર્યા

સાંસદના આમંત્રણને માન આપ્યુંઃ જામનગરમાં 'અર્બન ગુજરાતી અર્બન નવરાત્રિ' મહોત્સવમાં આયુષ્યમાન ખુરાના ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે યજમાન તરીકે સાંસદ પૂનમબેન માડમ જોડાયા હતા. આ કાર્યક્રમમાં આયુષ્યમાને પરંપરાગત નવરાત્રિની ઉજવણીનો આનંદ માણ્યો હતો. તેમણે માતાજીની આરતીનો લાભ લીધો હતો. આયુષ્યમાને રાસ ગરબાની રમઝટમાં પણ ભાગ લીધો હતો. ખેલૈયાઓ આયુષ્યમાન ખુરાનાની સાથે મન મુકીને ઝુમ્યા હતા.

આયુષ્યમાને કરાવી મોજઃ આયુષ્યમાન ખુરાનાએ આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ગુજરાત સાથેના કનેકશનનો ડાયલોગ રજૂ કર્યો હતો. "ગુજરાત સે મેરા રિશ્તા હે પુરાના, મેરા નામ હે આયુષ્યમાન ખુરાના"...ખેલૈયાઓ આ ડાયલોગથી ખૂબ જ ઉત્સાહી બન્યા હતા. તેમણે આ ડાયલોગને ચીયર્સથી વધાવી લીધો હતો. આયુષ્યમાને સાંસદ પૂનમબેનની પોતાના વિસ્તારમાં લોકકલ્યાણની કામગીરીને બિરદાવી હતી. બોલિવૂડ સ્ટારે પોતાને જામનગરના મહેમાન થવા અને નવરાત્રિમાં ભાગ લેવા જે આમંત્રણ આપ્યું તે બદલ સાંસદ પૂનમબેનનો આભાર માન્યો હતો. આયુષ્યમાન ખુરાનાએ આ કાર્યક્રમ ઉપરાંત અન્ય 6 સ્થળોએ આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

  1. Navratri 2023: કાલિકા કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા એવા પાટણના મંદિર ખાતે ઘટ સ્થાપન તથા જ્વારા વિધિ
  2. Navratri 2023: વાપીમાં નવરાત્રીના પ્રથમ દિવસે કોસ્ટગાર્ડ રમ્યા ગરબે, કોમેડિયન સૂરજ ત્રિપાઠીએ ખેલૈયાઓને હસાવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.