જામનગર સહિત દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતી હોલિકા સંપૂર્ણપણે ઇકોફ્રેન્ડલી હોય છે. તેમાં ખાસ કરીને ઘાસ કંતાન લાકડા જેવી સામગ્રીથી તૈયાર કરી તેને આભૂષણ કપડાથી સજાવીને માં હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવે છે.
આ વર્ષે દેશ-વિદેશમાં કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ત્યારે ભોઈ સમાજના યુવકો દ્વારા હોલિકામાં મોટા પ્રમાણમાં કપૂર નાખવામાં આવ્યું છે. જેના કારણે એકઠી થયેલી ભીડને રોગ પ્રતિકારક શક્તિમાં ઉપયોગી બંનશે.