પ્રાપ્ત વિગતો મુજબ, આ લખન ઉપર મારામારી, ધમકી તેમજ દારૂના ધંધાર્થીઓ તરીકેના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્રણ ગુના 307 ના પણ નોંધાયા છે. થોડા દિવસો પૂર્વે એક ખાનગી ન્યુઝ ચેનલના પત્રકારને ઘરે જઈ ધાક ધમકી આપવાને કારણે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે રીઢા ગુનેગાર લખન ચાવડાની ધરપકડ કરી લીધી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, લખન નવાગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલો છે.
જામનગર શહેરમાં અનેક લોકોને ધાક ધમકી આપવી અને લોકોને ત્રાસ પણ લખન ચાવડા આપતો હોવાના પોલીસ ફરિયાદ અગાઉ નોંધાઈ ચુકી છે. હાલ LCB પોલીસે લખનની ધરપકડ કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.