ETV Bharat / state

Jamnagar News : 50થી વધુ ગુના આચરનાર જયેશ પટેલને લંડનની કોર્ટે ભારતને સોંપવાનો કર્યો હુકમ, પરંતુ... - Bhumia Jayesh Patel case

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલને લંડનની કોર્ટે ભારતને સોંપવાનો હુકમ કર્યો છે. પરતું જો જયેશ પટેલ ઉપલી કોર્ટમાં જાય તો ભારત લાવવામાં થોડો સમય લાગી શકે છે. 50 જેટલા ગુના આચરીને જામનગરમાં જામીન પર છૂટ્યા બાદ જયેશ લંડન ભાગી ગયો હતો.

Jamnagar News : 50થી વધુ ગુના આચરનાર જયેશ પટેલને લંડનની કોર્ટે ભારતને સોંપવાનો કર્યો હુકમ, પરંતુ...

author img

By

Published : Mar 31, 2023, 11:11 AM IST

જામનગર : નામચીન ભૂમાફિયા જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી જામનગરમાં ગુનાઓ આચારીને વિદેશ નાસી છૂટ્યો હતો. તે જયેશ પટેલને નકલી પાસપોર્ટ કેસમાં લંડન પોલીસે દબોચીને જેલ હવાલે કર્યો છે. ત્યારે હવે જયેશ પટેલને લંડનની કોર્ટે ભારતને સોંપવાનો હુકમ કર્યો છે. જેની સામે જયેશ પટેલ ઉપલી કોર્ટમાં અપીલમાં માટે જાય તેવી શકયતા છે. જો ઉપલી કોર્ટમાં મામલો જશે તો જયેશ પટેલને ભારત લાવવામાં થોડો સમય વીતી જશે તે લગભગ નિશ્ચિત છે.

50થી વધુ ગુના : જામનગર પોલીસના હાથે ઝડપાયા બાદ જામીન પર છૂટી જયેશ પટેલ બનાવટી પાસપોર્ટના આધારે વિદેશ ભાગી ગયો હતો. તેની સામે ગુજરાતભરમાં ખુન, જમીન પચાવી પાડવી, ધાક-ધમકી આપવી, હત્યાનો પ્રયાસ કરવા સહિતના 50થી વધુ ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, તેના વિરુદ્ધ ગુજરાતમાં સૌપ્રથમ વખત ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો : Jamnagar News : ગુજસીટોક હેઠળ 3 કરોડની મિલકત સિઝ, યશપાલ જશપાલબંધુની જમીન જપ્તીની કાર્યવાહી

શા માટે જયેશ પટલેને લાવવામાં થશે મોડું: રાજકોટ રેન્જના IGP અશોકકુમાર યાદવે જણાવ્યું કે, લંડનની લોઅર કોર્ટમાં CBIની પ્રત્યાર્પણની અરજીને મંજૂરી મળી છે. જોકે તેની સામે આરોપી જયેશ પટેલને હજી હાયર કોર્ટમાં અપીલમાં જઈ શકે છે. જે જોતા હજુ કસ્ટડી માટે CBIને થોડો સમય રાહ જોવી પડે તેમ જણાય છે. જામનગરનાં અનેક બિલ્ડરો અને જમીન માલિકોની કરોડો રૂપિયાની જમીન પર ભૂમાફીયા જયેશ પટેલની ટોળકી દ્વારા કબ્જો કરી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Jamnagar Jayesh Patel Case: કુખ્યાત ખંડણીખોર જયેશ પટેલ સામે પોલીસે 2,000 પેજની પૂરવણી ચાર્જશીટ રજૂ કરી

CBIની લંડન કોર્ટમાં અરજી : માહિતીના આધારે CBIએ તેના પ્રત્યાર્પણ માટે કાનુની જંગ શરૂ કર્યો હતો. જેના પહેલા રાઉન્ડમાં જયેશ પટેલને પછડાટ મળી છે. નીચેની કોર્ટે તેના પ્રત્યાર્પણની અરજી ગ્રાહ્ય રાખી છે. દુનિયાના દરેક દેશોમાં આરોપીઓ નીચેની કોર્ટના હુકમ સામે ઉપરની કોર્ટમાં જઈ શકે છે. તે મુજબ જયેશ પટેલ પણ નીચેની કોર્ટના હુકમ સામે ઉપરની કોર્ટમાં અપીલમાં જાય તેવી પુરેપુરી શક્યતા છે. જે જોતા તેનો કબ્જો મેળવવા માટે CBIએ હજુ થોડો સમય રાહ જોવી પડશે તેમ વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું માનવું છે. લંડનની લોઅર કોર્ટના પ્રત્યાર્પણની અરજીને મંજુર કરવાના હુકમ અંગેનો સત્તાવાર ઈ મેઈલ જામનગર SPને મળી ગયો છે. જોકે ભૂમાફિયા જયેશ પટેલ પોતાના વકીલ મારફતે લંડનની ઉપલી કોર્ટમાં અરજી કરે તો તેને હજુ ભારત લાવવો અશક્ય બની જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.