ETV Bharat / state

ધ્રાંગધ્રામાં વૃદ્ધ મજૂરની હત્યા: આરોપી માલિકે નજીવી બોલાચાલીમાં માર્યા કોસના ઘા - SURENDRANAGAR CRIME

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં એક વાડીના માલિક પર મજૂરની હત્યા કર્યાના આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે. જાણો સમગ્ર મામલો...

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 11:10 AM IST

સુરેન્દ્રનગર : છેલ્લા લાંબા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા, લૂંટ અને મારામારી સહિતના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે એક વૃદ્ધની લોખંડી કોસ મારી હત્યા થઈ હોવાનો બનાવ બન્યો છે. જેને લઇ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે.

બોલાચાલીનો બનાવ હત્યામાં ફેરવાયો : ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામે કંકાવટીમાં રહેતા પરિવાર દ્વારા મજૂરી ભાગે વાડી વાવવા રાખી હતી. જેમાં ઘઉંના પાકને રાત્રે પાણી પીવડાવવા બાબતે વાડીના માલિકે મજૂર સાથે બોલાચાલી કરી હતી. બાદમાં શનિવારે સવારે માલિકે લોખંડની કોસ વડે વૃદ્ધને હાથે અને પગના પગે મૂઢ માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ધ્રાંગધ્રામાં વૃદ્ધ મજૂરની હત્યા (ETV Bharat Gujarat)

વૃદ્ધ મજૂરની પરિવાર સામે હત્યા : કુડા ગામે આવેલી વાડી કંકાવટી ગામના 65 વર્ષીય માવજીભાઈ કાનાભાઈએ મજૂરીના ભાગે વાડી વાવવા રાખી હતી. આ વાડીની અંદર ઘઉં વાવવામાં આવ્યા હતા. ત્યારે ઘઉંમાં પાણી પીવડાવવા બાબતે વાડીના માલિક અર્જુનભાઈ ચતુરભાઈ કોળી સાથે રાત્રીના બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા વાડી માલિક અર્જુનભાઈ ચતુરભાઈએ મજૂર માવજીભાઈ કાનાભાઈને પથ્થર તોડવાના ઘણના બે ઘા માર્યા હતા.

પોલીસે આરોપીને તપાસ હાથ ધરી : પુત્ર અને પત્નીની નજર સામે જ વૃદ્ધની હત્યા થતા પરિવારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ બનાવમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

  1. સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપીને 10 વર્ષની સજા, જાણો શું હતો મામલો ?
  2. પ્રેમ પ્રકરણમાં પરિવાર વિખેરાયો, પિતા-પુત્ર બાદ માતાનું સારવાર દરમિયાન મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.