ETV Bharat / state

બનાસનું રાજકારણ: સાંસદ ગેનીબેનનું ઓગડ જિલ્લાને સમર્થન, સરકારની મુશ્કેલીઓ ચોક્કસ વધી - DIVISION OF BANASKANTHA DISTRICT

બનાસકાંઠાના ત્રણ ભાગ કરો તે પ્રકારનું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. કહ્યું કે, કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા સ્થાનિક જનપ્રતિનિધિ, સ્થાનિક લોકોને સાંભળવા જરૂરી છે.

ગેનીબેનનું ઓગડ જિલ્લાને સમર્થન
ગેનીબેનનું ઓગડ જિલ્લાને સમર્થન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2025, 11:11 AM IST

બનાસકાંઠા: જિલ્લાના વિભાજનને બાબતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. અહીં ગેનીબેન ઠાકોરનું ઓગડ જિલ્લાને સમર્થન આપતું નિવેદન સામે આવ્યું છે. ઉપરાંત બનાસકાંઠાના ત્રણ ભાગ કરો તે પ્રકારનું પણ નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા સ્થાનિક જન પ્રતિનિધિ અને સ્થાનિક લોકોને સાંભળવા ખૂબ જ જરૂરી છે.

ગેનીબેનનું ઓગડ જિલ્લાને સમર્થન: બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ બનાસકાંઠાના ત્રણ તાલુકામાં વિરોધના સુર ઊઠ્યા છે. છેલ્લા દસ દિવસથી દિયોદર વાસીઓ દિયોદરને ઓગડ જીલ્લો બનાવવા અને કાંકરેજવાસીઓ અને ધાનેરાવાસીઓ બનાસકાંઠામાં જ રહેવા માટેની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન હવે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ઓગડ જિલ્લાને સમર્થન આપતું નિવેદન આપ્યું છે. તેમણે ઓગડ સમિતિનું આવેદનપત્ર સ્વીકરી, આ મુદ્દે આગામી દિવસોમાં તેઓ સરકાર સમક્ષ રજૂઆત કરશે તે પ્રકારનું નિવેદન આપ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે, 'બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે સરકારે નિર્ણય લીધો છે.'

ગેનીબેન ઠાકોરનું ઓગડ જિલ્લાને સમર્થન આપતું નિવેદન સામે આવ્યું (Etv Bharat Gujarat)

ગેનીબેન ઠાકોરે કહ્યું કે, "અગાઉની સરકારે ત્રણ તાલુકાવાળા પણ જિલ્લા બનાવ્યા છે ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટા બનાસકાંઠા જિલ્લામાં થરાદ અને દિયોદર એમ બે અલગ અલગ જિલ્લા બનાવ્યા હોત અને સ્થાનિક લોકોને સાંભળીને નિર્ણય લીધો હોત તો આજે કાંકરેજ કદાચ દિયોદર ઓગડ જિલ્લો બનતા બનાસકાંઠામાં જવાનું ન વિચારતું હોત."

ભાજપ નેતાઓને આડેહાથ લીધા: આમ, ગેનીબેન ઠાકોરનું માનીએ તો ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના થરાદ, દિયોદર અને ઓગડ એમ ત્રણ જિલ્લા બનાવવા જરૂરી હતા તે પ્રકારનું નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠાકોરે ભાજપ નેતાને આડેહાથ લેતા એટલા સુધી કહી દીધું છે કે, એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણયથી આખા જિલ્લાને ખેદાન મેદાન કરી નાખ્યો છે અને લોકોની લાગણીઓને ગ્રાહ્ય નથી રાખી.

બીજી તરફ દિયોદરને ઓગડ જીલ્લો બનાવવા માટેની માંગ સાથે ધરણાં પ્રદર્શનમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, "છેલ્લા કેટલાક સમયથી દિયોદરને ઓગડ જીલ્લો બનાવવાની ચર્ચાઓ ચાલતી હતી. પોતે ભાજપાના લોકોના મોઢે મેં સાંભળ્યું હતું."

પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ દિયોદરના ભાજપના નેતાઓને પણ આડે હાથ લઈ લીધા અને તેમણે કહ્યું કે, "કેમ જાણે દિયોદર ભાજપનું રાજકારણ મોળું પડ્યું." સાથે જ તેમણે ભાજપના નેતાઓને સદબુદ્ધિ આપે તેવું નિવેદન આપ્યું હતું.

સરકારની મુશ્કેલીઓ ચોક્કસ વધી: મહત્વનું એ છે કે, બનાસકાંઠા જિલ્લાના વિભાજનથી તાલુકા મથકો બાદ હવે ગામે ગામ વિરોધ વધી રહ્યો છે. ધાનેરાના છેવાડાના ગામોમાં પણ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર સમક્ષ એક જ માંગ કરી રહ્યા છે કે, તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે. જોકે બીજી તરફ દિયોદરને જિલ્લો બનાવી ઓગડ નામ આપવામાં આવે તેવું દિયોદરવાસીઓ ઇચ્છી રહ્યા છે. આમ, વધતા જિલ્લા વિભાજનના વિરોધ અને રાજકારણ વચ્ચે સરકારની મુશ્કેલીઓ ચોક્કસ વધી હોવાનું હાલ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો:

  1. ધાનેરામાં ધરણાં: જિલ્લા વિભાજનને લઈ 'સરકાર નહીં સાંભળે તો વિધાનસભા ઘેરીશું'
  2. 'ધાનેરાને ન્યાય આપો', બોર્ડર વિસ્તારના ગામલોકો રસ્તા પર ઉતર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.