ETV Bharat / state

જામનગરમાં પાક વીમાની સબસીડીનું વ્યાજ માફ કરવા મુદ્દે કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર - Jamnagar Kisan Sangh

જામનગરમાં ખેડૂત નેતા પાલભાઇ આંબલિયાની આગેવાનીમાં કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાક વીમો આપવાની માંગ કરી છે. આ ઉપરાંત ખેડૂતોના અધિકારમાં આવતાં તમામ લાભ આપવાની રજૂઆત કરી છે.

જામનગર
જામનગર
author img

By

Published : Jul 22, 2020, 3:01 PM IST

Updated : Jul 22, 2020, 4:10 PM IST

જામનગર: પાક વીમાની સબસીડીનું વ્યાજ માફ કરવા મુદ્દે ખેડૂત નેતા અરવિંદ ગજેરા, ખેડૂત નેતા પાલભાઇ આંબલિયાની આગેવાનીમાં કિસાન કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જામનગર જિલ્લાના ખેડૂતોને તાત્કાલિક પાક વીમો આપવાની માંગ કરી છે.

જામનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ પુષ્કળ પ્રમાણમાં વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેડૂતોની જમીનો પણ ધોવાઇ છે. જે ખેડૂતોની જમીન હોય તેમનું સર્વે કરી અને તાત્કાલિક વળતર આપવાની પણ કિસાન કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

જામનગર: પાક વીમાની સબસીડીનું વ્યાજ માફ કરવા મુદ્દે કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર

રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણ હોવાના કારણે ખેડૂતોના વ્યાજ માફ કરવામાં આવશે. જો કે, હજુ સુધી ખેડૂતોના વ્યાજ માફ કરવામાં ન આવતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂત નેતા પાલભાઇ આંબલિયાએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, "જો મુખ્યપ્રધાનને ખેડૂતોના વ્યાજ માફ કર્યા હોય તો તેનો પરિપત્ર જાહેર કરે. આમ, ખેડૂતોને લાભ આપવાના માટેના ઠાલા વચન કરનાર સરકારને પડકારતાં ખેડૂતોએ તંત્ર સામે પોતાના હકની રજૂઆત કરી હતી."

Last Updated : Jul 22, 2020, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.