ETV Bharat / state

જામનગરમાં નકલી પોલીસ બની લોકોના ખિસ્સા ખંખેરતી ગેંગ ઝડપાઈ - GUJARATI NEWS

જામનગરઃ જામનગરમાં નકલી PSI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ બની લોકોને લૂંટતી ગેંગ ઝડપાઈ છે. પોલીસે બાતમીના આધારે આ ટોળકીને ઝડપી તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

hd
author img

By

Published : May 31, 2019, 9:18 AM IST

જામનગરમાં નકલી પોલીસ બની તોડ કરતી ગેંગ ઝડપાઈ છે. આ નકલી ગેંગમાં PSI, મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત કુલ ત્રણને પોલીસે ઝડપી પાડ્યા છે. પરંતુ આ ગેંગની મુખ્ય સૂત્રધાર મહિલા હજુ પોલીસ પકડથી દૂર છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ખંભાળિયા ગેટ પોલીસે આ નકલી પોલીસની ગેંગ પાસેથી રૂપિયા 11 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. જામનગરમાં નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં નકલી પોલીસ બની લોકોના ખિસ્સા ખંખેરતી ગેંગ ઝડપાઈ

લાલપુર બાયપાસ ચોકડી પાસેથી ઝડપાયેલી નકલી પોલીસની ગેંગ પાસેથી એક્સેસ ગાડી, એક બ્રેઝા કાર, બજાજ મોટરસાયકલ, ચાર મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 11,57,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જામનગર શહેરના લાલપુર બાયપાસ નજીક આ ટોળકી ઉભી હોવાની પોલીસને બાતમી મળી હતી. ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના PSI વૈશાલીબેન આહીરે બાતમીના આધારે શોધખોળ આદરી હતી અને ત્રણેય રંગે હાથે ઝડપાઈ ગયા છે. આ ત્રણ પૈકી ગોગનભાઈ બંધીયા, અંકિતાબેન પુરોહિત અને વિશ્વરાજસિંહ જાડેજા ત્રણેય આરોપીઓની પોલીસે અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

GJ_JMR_05_30MAY_NAKLI_POLICE_7202728

જામનગરમાં નકલી PSI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલની ગેંગ ઝડપાઈ..મુખ્ય સૂત્રધાર ફરાર....

Feed ftp

બાઈટ:સંદીપ ચૌધરી,DYSP

જામનગરમાં નકલી પોલીસના નામે તોડ કરતી ગેંગને ઝડપી પાડી છે.... આ નકલી ગેંગમાં એક પી.એસ.આઈ, મહિલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત કુલ ત્રણને પોલીસે ઝડપી પાડયા છે....જો કે આ ગેંગની મુખ્ય સૂત્રધાર મહિલા હજુ પકડથી દૂર છે...

ખંભાળિયા ગેટ પોલીસે આ નકલી પોલીસની ગેંગ પાસેથી રૂપિયા 11 લાખનો મુદામાલ પણ કબજે કર્યો છે...આમ જામનગરમાં નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે..

લાલપુર બાયપાસ ચોકડી પાસેથી ઝડપાયેલ નકલી પોલીસની ગેંગ પાસેથીમુદ્દામાલ એક્સેસ ગાડી,એક બ્રેઝા કાર, બજાજ મોટરસાયકલ,ચાર મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 11 લાખ 57 હજાર 500નો મુદામાલ કબજે કર્યો છે.... જામનગર શહેરના લાલપુર બાયપાસ નજીક આ ટોળકી ઉભી હોવાની પોલીસને બાતમી મળી હતી.

ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ વૈશાલીબેન આહીરે બાતમીના આધારે શોધખોળ આદરી હતી અને ત્રણેય રંગે હાથે ઝડપાઈ ગયા છે...

ઝડપાયેલ ગેંગમાં ગોગનભાઈ બંધીયા, અંકિતાબેન પુરોહિત અને વિશ્વરાજસિંહ જાડેજા ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.