જામનગર: શહેરમાં કોરોના વાયરસને લઈને પ્રદર્શન ગ્રાઉન્ડમાં કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે સાથે વિદેશથી આવતી દરેક વ્યક્તિનું તાત્કાલિક મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે.
જો તાવ શરદી ઉધરસ હશે તો આવા દર્દીની અનિચ્છા હોવા છતાં પણ તેને પોલીસ બંદોબસ્ત હેઠળ જી.જી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. એટલું જ નહીં તો કોરોનાનો પોઝિટિવ કેસ નીકળશે તો એ વિસ્તારને સીલ કરી દેવામાં આવશે. તેમજ તંત્ર સત્તાનો ઉપયોગ કરી તેમાં જિલ્લા કલેક્ટર રવિશંકર અને મ્યુનિસિપલ કમિશ્નર સતીષ પટેલે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
મહત્વનું છે કે, કોરોના વાયરસનો ભોગ બનેલા વ્યક્તિને પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેમજ આ દર્દી ભાગી ન જાય તે માટે તમામ પગલાં લેવામાં આવશે.આ સાથે તેમના ફેમિલી મેમ્બરને પણ મળવા દેવામાં નહીં આવે.