ETV Bharat / state

Gujarat Foundation Day 2023: ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ, કલાકારોએ કર્યું રિહર્સલ

author img

By

Published : Apr 30, 2023, 5:14 PM IST

Updated : Apr 30, 2023, 5:33 PM IST

ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી રહી છે. ગુજરાત ગૌરવ દિવસે 150 કલાકારો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો “નમોસ્તુતે નવાનગર” રજૂ થશે. હાલ કલાકારો દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.

gujarat-foundation-day-2023-gujarat-government-to-organise-celebrations-at-jamnagar

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ

જામનગર: જામનગરમાં આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીને લઇ તંત્ર દ્વારા તમામ ત્યારિઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં 400 જેટલા કલાકારો દ્વારા વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે.

ભવ્ય મલ્ટીમીડિયા લાઇટિંગ શોનું પણ આયોજન: પ્રદર્શન ગ્રાઉન્ડમાં 25,000 જેટલા લોકો બેસી શકે તેવી વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ભવ્ય મલ્ટીમીડિયા લાઇટિંગ શોનું પણ આયોજન કરવામાં આવશે. સમગ્ર શહેરમાં પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મીડિયા શોમાં જામનગરની અમરગાથા જામનગરના કયા ઐતિહાસિક પાત્રના મુખે વ્યક્ત થશે એ જાણવું અને માણવું પણ રસપ્રદ બની રહેશે.

વરસાદના વિઘ્નની આશંકા: હાલ કલાકાર દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. જોકે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ ખાતે તેવી શક્યતા છે ત્યારે જામનગરમાં ગૌરવ દિવસની ઉજવણીમાં વરસાદ વિઘ્ન રૂપ બને તેવી શક્યતા છે. ગત દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગઈકાલે જામનગર શહેરમાં ધોધમાર વરસાદ ખાબકીઓ હતો જેના કારણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં વરસાદી પાણી વહેતા થયા હતા અને કાદવ કીચડ થયું હતું. જોકે આજે પણ બપોર બાદ જામનગર શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું જેના કારણે વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો Gujarat Foundation Day: સ્થાપના દિવસ નિમિતે જામનગરમાં મલ્ટીમીડિયા શો “નમોસ્તુતે નવાનગર” રજૂ થશે

“નમોસ્તુતે નવાનગર”: પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં જામનગરનો ઈતિહાસ રજૂ કરવામાં આવશે. ખાસ કરીને હાલાર પંથકના વિવિધ લોકગીતોનું પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે. “નમોસ્તુતે નવાનગર” ના માધ્યમથી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરાશે.

આ પણ વાંચો Mann Ki Baat 100th Episode: સીએમ ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો મન કી બાતનો 100મો એપિસોડ

Last Updated : Apr 30, 2023, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.