એકબાજુુ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબા અને બીજી બાજુ શેરી મહોલ્લામાં યોજાતા પરંપરાગત ગરબા. બંને ગરબામાં માતાજીની આરધનાના અલગ અલગ ઉંચાઈ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં આજે પણ અર્વાચીન ગરબાની પરંપરા જીવીત છે. જામનગરના રણજીતનગરમાં પટેલ યુવક મંડળનાં યુવકોને આગ ઉપર ગરબા રમતા જોઈ મોં માં આંગળા નાંખી જવાય.
સળગતા કપાસિયા પર રાસ કરતા યુવકો કોઈ પણ જાતનું પ્રવાહી લગાવતા નથ અને માતાજી પર શ્રદ્ધા રાખી આ રાસ કરે છે. હાથમાં મશાલ અને વિવિધ સ્ટેપ્સ લેતા યુવકો દર વર્ષે મશાલ રાસ કરે છે. પટેલ યુવક મંડળ દ્વારા છેલ્લા સાત દાયકાથી આ પ્રકારે ગરબાનું આયોજન કરવામાં આવે છે. તેમાંય મશાલ રાસ જોવા માટે દુર દુરથી લોકો અહીં આવે છે.