જામનગરઃ જામનગર-રાજકોટની સરહદને સુરક્ષાના હેત્તુસર સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટથી આવાતા તમામ સાધનોનું પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરની જી.જી.હોસ્પિટલમાં રાજકોટના યુવાનનો સેમ્પલ પોઝિટિવ આવ્યો છે. જો કે, જામનગર વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેના અંતર્ગત અન્ય જિલ્લામાંથી આવતા લોકોની એન્ટ્રી બંધ કરવામાં આવી છે.