- સુરતમાં ઓનલાઈન બજેટ રજૂ કરતી વખતે થયો હતો હોબાળો
- પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ગુજારવામાં આવ્યું હતું
- જામનગર AAP દ્વારા સુરતની ઘટનાને વખોડવા વિરોધ કરવામાં આવ્યો હતો
જામનગર: સુરત મહાનગરપાલિકાની જનરલ બોર્ડ ઓનલાઇન મિટીંગમાં બજેટ રજૂ કરતી વખતે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. જોકે, આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસે દમન ગુજારવામાં આવતા જામનગર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો.
જામનગર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.આર.પાટીલ પર આક્ષેપ કરતા કહ્યું કે, સી. આર. પાટીલના ઈશારે જ આમ આદમી પાર્ટીને સુરતમાં હેરાન પરેશાન કરવામાં આવી રહી છે અને ભાજપ પોલીસનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ કોર્પોરેટરો પર દમન ગુજારે છે.