જામનગરની જી.જી.હોસ્પિટલમાં છ વર્ષની બાળકીનું ડેન્ગ્યુના કારણે મોત થયું હતું. આમ, અત્યાર સુધીમાં ડેન્ગ્યુથી 15 જેટલા દર્દીઓના મોત થયા છે જેમાં એમબીબીએસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું પણ બે દિવસ પહેલા ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આથી સાંસદ પૂનમ માડમ, કૃષિપ્રધાન આર.સી. ફળદુની હાજરીમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
આ સમીક્ષા બેઠકમાં સ્વચ્છતા પર વધુ ભાર મુકવામાં આવ્યો તેમજ ડોર ટુ ડોર સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરવાની કામગીરીમાં વધારો કરવો અને સતત ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવાનું સૂચન કરવામા આવ્યું છે. સાંસદ પૂનમ માડમે જે પ્રકારે નોર્થમાં ડેન્ગ્યુને નાથવામાં દિલ્હીને સફળતા મળી છે તે પ્રકારે જામનગરમાં પણ કામગીરી કરવામાં આવે અને ડેન્ગ્યુ અને નેસ્તનાબૂદ કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.