ETV Bharat / state

જામનગરની જીજી હોસ્પિટલમાં LCB અને SOG એ મોકડ્રિલ યોજી - Jamnagar District Police

જામનગરની જીજી હોસ્પિટલને RDXથી ઉડાવવાના બદઈરાદા સાથે શહેરમાં 4 આતંકવાદીઓ ઘુસ્યાના ઇનપુટ મળતા LCB અને SOG એ મોકડ્રિલ યોજી હતી. જેમાં SOG PI કે.એલ.ગાધે, PSI વી.કે.ગઢવી, SOG અને LCB સ્ટાફ સાથે આઈબી, સેન્ટ્રલ તથા સ્ટેટ આઈબીના અધિકારીઓ જોડાયા હતા.

jamnagar
જામનગર
author img

By

Published : Sep 8, 2020, 2:18 PM IST

જામનગર: જામનગરની જીજી હોસ્પિટલને RDXથી ઉડાવવાના બદઈરાદા સાથે શહેરમાં 4 આતંકવાદીઓ ઘુસ્યાના ઇનપુટ મળતા LCB અને SOG એ મોકડ્રિલ યોજી હતી. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા જામનગરને પણ દરિયાઈ ગઢ માનવામાં આવે છે, તેની સુરક્ષા પણ અત્યંત જરૂરી છે. જે અનુસંધાને દરિયાઈ સુરક્ષાની ચકાસણી કરવા કૃણાલ દેસાઈના માર્ગદર્શનમાં SOG- LCB દ્વારા મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં SOG PI કે.એલ.ગાધે, PSI વી.કે.ગઢવી, SOG અને LCB સ્ટાફ સાથે આઈબી, સેન્ટ્રલ તથા સ્ટેટ આઈબીના અધિકારીઓ જોડાયા હતા.

જામનગરમાં દરિયાઈ સુરક્ષાની ચકાસણી કરવા મોકડ્રિલ યોજાઇ
જામનગરની જીજી હોસ્પિટલને ઉડાવી દેવાના બદઈરાદા સાથે 4 આતંકીઓ જેમાં 2 સિક્કા પાસેના દરિયાઈ કિનારેથી અને 2 જોડિયાના બાલાછડી વિસ્તારના માર્ગેથી RDX અને હથિયારો સાથે શહેરમાં આવતા હોવાના મળેલા ઇનપુટના આધારે સમગ્ર ટીમ સક્રિય બની જતા 2 વ્યકિતને સમર્પણ સર્કલ પાસેથી અને 2 વ્યકિતને ટાઉન હોલ પાસેથી પકડી પાડી આખી મોકડ્રિલને પૂર્ણતાનો અંજામ આપ્યો હતો.

આ મોકડ્રિલ દરમિયાન કોઈ જ જાનહાનિનો બનાવ બનવા પામ્યો ન હતો. આમ દરિયાઈ સુરક્ષા કાજે જામનગર જિલ્લા પોલીસની પાંખ ગણાતી SOG, LCB અને આઈબીના બાહોશ કર્મીઓ 24 કલાક સજાગ રહી બાજ નજરે અડગ નજર રાખી રહી છે તે સાબિત કરે છે. દેશ સાથે સાથે રાજ્ય તેમજ જામનગર જિલ્લાના પ્રત્યેક નાગરિક આરામથી સુખની નીંદર માણી શકે છે, કેમ કે, ગુજરાત પોલીસના આ બાહોશ અધિકારીઓ 24 કલાક જાગે છે અને સેવા શાંતિ અને સુરક્ષા સાથે પ્રત્યેક નાગરિકની રક્ષાની જવાબદારી નિભાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.