આ સર્ટિફિકેટ ફોજમાં જોડાવા માટે અગત્યનું હોય છે. જે યુવક-યુવતીઓ આર્મીમાં જોડાવવા માંગતા હોય, તેમની પાસે જો "C" સર્ટિફિકેટ હોય તો અમુક પરીક્ષાઓ આપવી પડતી નથી.
જામનગરમાં યોજાયેલી આ પરીક્ષામાં 378 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે. આ પરીક્ષામાં વેપન ચલાવવું તથા શિસ્તતા જેવા ગુણોને ધ્યાનમાં લેવામાં આવે છે. મહત્વની બાબત છે કે, અહીં યુવતીઓ પણ મોટી સંખ્યામાં પરીક્ષા આપવા આવી છે. NCC કેડરના કમાન્ડો એલ.એસ.બિશ્ત આ પરીક્ષાનું મૂલ્યાંકન કરી રહ્યા હતા.
NCC "C" સર્ટિફિકેટની પરીક્ષા દર ત્રણ વર્ષે લેવામાં આવે છે. ખાસ કરીને જે યુવાઓ ફોર્સમાં જોડાવવા માંગે છે, તેઓ આ પરીક્ષા આપતા હોય છે.