ETV Bharat / state

સરકારની રાહત યાદીમાં સૌથી વધુ નુકસાનગ્રસ્ત સુત્રાપાડા તાલુકો બાકાત - ગીર સોમનાથમાં પાકવીમો

ગીર સોમનાથ: 6 મહિના ચાલેલા ચોમાસામાં પોતાના મોટાભાગના પાકમાં થયેલી નુકસાનીનો માર સહન કરી રહેલા સુત્રાપાડા તાલુકાને સરકારની મદદ યાદીના પ્રથમ તબક્કામાં બાકાત રખાતા ખેડૂતો માટે સ્થિતિ બદથી બત્તર બની છે. ઈટીવી ભારત સુત્રાપાડાના ખેડૂતોના પ્રશ્ન સરકાર સુધી પહોંચાડવા માધ્યમ બન્યું છે.

રાહત યાદીમાંથી સૌથી વધુ નુકસાનગ્રસ્ત સુત્રાપાડા તાલુકો રહ્યો બાકાત
રાહત યાદીમાંથી સૌથી વધુ નુકસાનગ્રસ્ત સુત્રાપાડા તાલુકો રહ્યો બાકાત
author img

By

Published : Nov 26, 2019, 9:39 PM IST

Updated : Nov 26, 2019, 11:05 PM IST

લગભગ 6 માસ સુધી ચાલેલ વરસાદી માહોલ વચ્ચે જો સૌરાષ્ટ્ર અને એમાં પણ ગીરસોમનાથ જિલ્લામાં કોઈએ પારાવાર નુકસાન વેઠયું હોય તો એ છે ખેડૂત. જ્યારે વીમો ભરવાની વાત આવી ત્યારે દેવુ કરીને પણ ખેડૂતોએ વીમા ભર્યા, પરંતુ જ્યારે મુખ્ય પાક મગફળી, કપાસ, સોયાબિન જેવા પાક નિષ્ફળ ગયા ત્યારે વીમા કંપનીના થાગા થયા શરૂ થયા છે. સરકાર વીમા કંપની ઉપર દબાણ વધારવાને પગલે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે છે. જે ખેડૂતોને આંશિક રાહત આપવા માટે ઉપયોગી સાબિત થતું હોય છે.

પાક નુકસાની ધરાવતા તાલુકાની યાદી
પાક નુકસાની ધરાવતા તાલુકાની યાદી

ગીરસોમનાથના દરિયાપટ્ટી પર આવેલ સુત્રાપાડા તાલુકામાં 'વાયુ', 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાના પગલે વરસાદે ખેડૂતોનો પાક બગાડ્યો. ખેડૂતોને આશા હતી કે, પેટે પાટા બાંધીને કરાવેલ પાક વીમો અત્યારે વરદાન રૂપ સાબિત થશે. પરંતુ 5000થી વધુ પાક વીમાની અરજી કરનાર આ તાલુકાને હજૂ સુધી પાક વીમો મળ્યો નથી. એટલમાં અધુરું હોય તેમ સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ આપવાના તાલુકામાં પણ સુત્રાપાડાને બાકાત રાખવામાં આવ્યો છે.

રાહત યાદીમાંથી સૌથી વધુ નુકસાનગ્રસ્ત સુત્રાપાડા તાલુકો રહ્યો બાકાત

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીનો ઇટીવી ભારતની ટીમે સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપવાના બદલે સરકાર દ્વારા આદેશ અનુસાર કામગીરી કરાઈ છે અને કરાશે તેવા સરકારી સર્વસામાન્ય જવાબ આપ્યો હતો.

Intro:છ મહિના ચાલેલા ચોમાસામાં પોતાના મોટાભાગના પાક માં થયેલી નોકશાની નો માર સહન કરી રહેલા ગીરસોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ને સરકાર ની મદદ યાદી ના પ્રથમ તબકકે બાકાત રખાતા સુત્રાપાડા ના ખેડૂતો માટે સ્થિતિ બદ થી બત્તર બની છે. અને ખેડૂતો ની આગામી પેઢી ખેતી કરવી જ શા માટે એવો સવાલ પૂછી રહી છે. ત્યારે ઇટીવી ભારત સુત્રાપાડાના ખેડૂતો નો પ્રશ્ન સરકાર સુધી પહોંચાડવા માધ્યમ બન્યું છે.Body:લગભગ 6 માસ સુધી ચાલેલ વરસાદી માહોલ વચ્ચે જો સૌરાષ્ટ્ર અને એમાં પણ ગીરસોમનાથ જિલ્લામાં કોઈએ પારાવાર નુકસાન વેઠયું હોય તો એ છે જગત નો તાત કહેવતો ખેડૂત. જ્યારે વીમો ભરવાની વાત આવી ત્યારે ઉંછિઉધારા કરીને ખેડૂતો એ વીમા ભર્યા, પણ જ્યારે મુખ્ય પાક મગફળી સાથે કપાસ સોયાબિન જેવા બધાજ પાક નિષફળ ગયા ત્યારે વીમા કંપની ના થાગા થૈયા શરૂ થયા. સરકાર વીમા કંપની ઉપર દબાણ વધારવા ને પગલે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે છે જે ખેડૂતો ને આંશિક રાહત આપવા માટે જણાવાય છે.

હવે વાત કરીએ સુત્રાપાડા તાલુકા ની, ગીરસોમનાથ નો દરિયાપટ્ટી પર આવેલ આ તાલુકા માં ચોમાસામાં તેમજ વાયુ, ક્યાર અને મહા વાવાઝોડાના પગલે ભરપુર વરસાદ થયો જાણે આભ માંથી મેઘરાજાએ ખેડૂતો ના પાક બગાડવાનું પ્રણલીધું હોય એમ મગફળીનો ઉભો પાક વરસાદ અને પાણી થી નુકશાન પામ્યો. ખેડૂતો ને આશા હતી કે પેટે પાટા બાંધીને કરાવેલ પાક વીમો અત્યારે વરદાન રૂપ થશે પણ જ્યારે 5000 થી વધુ પાકવીમાં ની અરજી કરનાર આ તાલુકાને હજુ સુધી પાક વીમો ન મળ્યો. એટલું અધૂરું હોય એમ સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ આપવાના તાલુકામાં પણ સુત્રાપાડા ને બાકાત રખાયું છે. ત્યારે ધરતીપુત્રો ની આગામી પેઢી કહે છે કે શું ખેતી કરવી જોઈએ???Conclusion:આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી નો ઇટીવી ભારત ની ટીમે સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ ન આપીને સરકાર દ્વારા આદેશ અનુસાર કામગીરી કરાઈ છે અને કરાશે તેવો સરકારી અધિકારીઓમાં સર્વસામાન્ય જવાબ આપ્યો હતો.

બાઈટ- વાઘમસિંહ પરમાર- જિલ્લા ખેતીવાડી અધિકારી ગીરસોમનાથ

ચોપાલ માં ખેડૂત સુત્રાપાડા લખી શકાય...
Last Updated : Nov 26, 2019, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.