- સોમનાથના પૂનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્યભૂમિકા
- સમગ્ર દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મજયંતિની કરી રહ્યા છે ઉજવણી
- વલ્લભભાઈ પટેલની મુખ્યભૂમિકા વિશે આપને જણાવીશું
ગીર સોમનાથ: જ્યારે સમગ્ર દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે, ત્યારે દેશના 12 જ્યોતિર્લિંગમાનાં પ્રથમ એવા સોમનાથના પૂનઃનિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્યભૂમિકા વિશે આપને જણાવીશું.
સોમનાથના પુનઃનિર્માણમાં વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા
જીર્ણ અવશેષોમાં વિખરાયેલા સોમનાથ મંદિરને રાહ હતી એવા વ્યક્તિની કે, જે આ વિખેરાયેલા કાટમાળને સમેટી અને સોમનાથની પતાકા ફરીથી લેહરાવે અને 13 નવેમ્બર 1947ના દિવસે સોમનાથની આ રાહ પુરી થઈ હતી. 12 નવેમ્બર 1947- આરઝી હુકૂમત દ્વારા જ્યારે જૂનગઢ સ્વતંત્ર કરાવામાં આવ્યું ત્યારે સરદાર પટેલ પેહલા જૂનાગઢ અને ત્યારબાદ 13 નવેમ્બર 1947એ સોમનાથ ગયા હતા.
સોમનાથના ભગ્ન અવશેષો જોઈ તેમનું હદય દ્રવી ઉઠ્યુ અને તેઓએ સોમનાથ નજીક સમુદ્ર જળમાંથી અંજલિ લઈ અને સોમનાથનો પુનઃ નિર્માણનો સંકલ્પ કર્યો હતો. લોકભાગીદારીથી સરદાર પટેલે આ મંદિર બનાવવા આહવાન કર્યું, જેના પ્રત્યુત્તરમાં જામનગરના રાજવી જામસાહેબ તેમજ હાજર તમામે દાનની સરવાણી વહાવી અને સોમનાથનું પુનઃ નિર્માણ શરૂ થયું હતુ.
વલ્લભભાઈ પટેલની ભવ્ય મૂર્તિ આપે છે વિશે સંદેશ
જ્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતી ડૉક્ટર રાજેન્દ્રપ્રસાદ દ્વારા સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, ત્યારે દુર્ભાગ્યે સરદાર પટેલ દુનિયાને અલવિદા કહી ચૂક્યા હતા.જેમના સન્માનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા વલ્લભભાઈ પટેલની ભવ્ય મૂર્તિ સોમનાથ મંદિરની સામે બનાવવામાં આવી, જે આજે પણ લોકોને સરદારના મક્કમ ઇરાદાઓ વિશે સંદેશ આપે છે.
આમ, જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથના પુનઃ નિર્માણને પામી ન હોત અને આજે સોમનાથને આપણું દરેક નમન સરદારના પ્રયત્ન અને એમની દીર્ઘદ્રષ્ટિને આભારી છે તેવું કેહવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી.