ગીર સોમનાથ : આજથી તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીની વિધિવત હરાજીની શરૂઆત થઈ છે. હરાજીના પ્રથમ દિવસે હરાજી કરતા મુખ્ય વેપારીઓ અવનવી સ્ટાઇલ એ હરાજી કરતા જોવા મળ્યા હતા. દર વર્ષે વેપારીઓ ખેડૂતોને આકર્ષિત કરવા માટે અવનવી સ્ટાઇલે હરાજી કરતા જોવા મળે છે.
આ પણ વાંચો : Gujarat mango: ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીનો અજાણ્યો ઇતિહાસ, વંથલીના ખેડૂતે પેદા કરી કેરી, નવાબે આપ્યું નામ
હરાજીમાં જોવા મળી અનોખી અદા : આજથી તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ષ 2023 24ની કેસર કેરીની હરાજી વિધિવત રીતે શરૂ થઈ છે. આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો કેરી લઈને માર્કેટયાર્ડ એ પહોંચ્યા હતા, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલાલા માર્કેટિંગ યાર્ડના મુખ્ય વેપારીઓ દ્વારા કેરીની હરાજીમાં ખેડૂતોને આકર્ષિત કરી શકાય તે માટે અવનવી સ્ટાઇલ હરાજી કરતા જોવા મળ્યા હતા. મુખ્ય વેપારીઓ દર વર્ષે હરાજીની સ્ટાઇલ અદા અને તેના પહેરવેશમાં પણ સિઝનને અનુરૂપ બદલાવતા હોય છે, ત્યારે આ વર્ષે પ્રથમ દિવસે હરાજીમાં સામેલ મુખ્ય વેપારીઓએ અવનવી સ્ટાઇલ સાથે કેસર કેરીની હરાજી શરૂ કરી છે.
આ પણ વાંચો : Gujarat Mango : કેરીનો રસ પીવાથી ફાયદો શું? જાણો આયુર્વેદાચાર્ય પાસેથી કેરીનું પથ્યાપથ્ય
હરાજીની અદા ખેડૂતોને કરે છે આકર્ષિત : માત્ર કેરીની સિઝનમાં ચાલુ રહેતું તાલાલા માર્કેટિંગ યાર્ડ ઉનાળા દરમિયાન મુખ્ય વેપારીઓ દ્વારા અવનવા પ્રકારે કેરીની હરાજી અને તેની બોલી લગાવતા હોય છે. તેની પાછળનું મનોવૈજ્ઞાનિક કારણ એ પણ છે કે, હરાજીની અદા કેરીની બોલી લગાવવાની પ્રથા અને મુખ્ય વેપારીના કેરીની હરાજીને લઈને જે ઉત્સાહ છે. તેના તરફથી ખેડૂતો ખૂબ જ આકર્ષિત થતા હોય છે. જેને કારણે ખેડૂતો આવા વેપારીઓ તરફ વધુ આકર્ષિત થતા હોય છે. મનોવિજ્ઞાન પ્રમાણે આ પ્રકારે ઉત્સાહ જનક વાતાવરણમાં શરૂ થયેલી હરાજી ખેડૂતોની સાથે અન્ય નાના વેપારીઓને આર્થિક ફાયદો કરાવવાની સાથે મોટાભાગની તમામ કેરી જાહેર હરાજીમાં વહેંચાઈ જતી હોય છે. જેને કારણે દર વર્ષે ખેડૂતો હરાજીની અદા અને કેરીની બોલી લગાવવાની પ્રથામાં ફેરફાર કરે છે.