- બાકી રહેલ મિલકત વેરો ભરપાઈ કરવા ચિફ ઓફિસરનું ફરમાન
- મોટા બાકીદારોની મિલ્કત સીલ કરાઈ હતી
- સુત્રાપાડા શહેરમાં નગરપાલિકા દ્વારા વેરા વસુલાત પ્રોગ્રામ
ગીર સોમનાથ: સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ અને સરકારની સુચના મુજબ, સુત્રાપાડા નગરપાલિકામાં બાકી રહેલા મોટા બાકીદારો વેરાની બાકી રહેલ રકમ ભરપાઈ ન કરતાં સુત્રાપાડા નગરપાલિકાના રિકવરી શાખાના સ્ટાફ દ્વારા કલમ 132/133 અન્વયે મોટા માંગણદારોની વસુલાત ન આવતા સુત્રાપાડા લીંબડાચોક વિસ્તારમાં આવેલ મિલકતને સીલ કરવામાં આવી.
આ પણ વાંચો: પાલનપુર નગરપાલિકા દ્વારા 3 દુકાનો સીલ કરાતાં બાકીદારોમાં ફફડાટ
બાકી રહેલ મિલકત વેરો ભરવા ચિફ ઓફિસરની સુચના
આ બાબતે ચીફ ઓફિસરે જણાવ્યુ કે, સુત્રાપાડા શહેરમાં જેના પણ વેરાઓ બાકી છે, તે લોકો 31 માર્ચ પહેલા નગરપાલિકાએ આવીને વેરા ભરી નહીં જાય તો આજે એક મિલકતમાં સીલ મારવામાં આવ્યું છે. એવીજ રીતે જે મિલકતોના વેરાઓ બાકી છે. એમની મિલકતોને પણ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.