સોમનાથઃ આજે વૈશાખ સુદ પાંચમ એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ (Somnath Jyotirling Temple )એવા સોમનાથ મહાદેવ મંદિરનો (71st Pranapratishtha Day of Somnath Temple) 71મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ (Somnath Temple Pran Pratishtha Day) છે. આજથી 71 વર્ષ પૂર્વે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે (First President of India Dr. Rajendra Prasad ) વિધર્મીઓ દ્વારા ધ્વંસ કરવામાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવ મંદિર પર અનેક વિધર્મીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. સદીઓથી હિન્દુ સનાતન ધર્મના પ્રતીક રૂપે દર્શન આપી રહેલા સોમનાથ મહાદેવ મંદિર વિસર્જન અને સર્જનનું આજે સાક્ષી બની રહ્યું છે. આજના દિવસે જે સોમનાથ મહાદેવના દર્શન થઈ રહ્યા છે તે યુગો યુગોથી ચાલતી આવતી હિન્દુ ધાર્મિક પરંપરાના દર્શન પણ કરાવી રહ્યું છે. ત્યારે આવા પવિત્ર ધર્મસ્થાનની પ્રાણ પ્રતિષ્ઠા આજથી 71 વર્ષ પૂર્વે રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પરિપૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારથી સોમનાથ મંદિરના નવનિર્માણનુ કામ શરૂ થયું હતું.
આ પણ વાંચોઃ સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના ખૂણે ખૂણેથી 350 કલાકારો આવી 5 દિવસ કરશે કલા સાધના
રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શિવલિંગનું કરાયું હતું સ્થાપન -આજથી 71 વર્ષ (71st Pranapratishtha Day of Somnath Temple) પૂર્વે સોમનાથ મહાદેવ મંદિરમાં સુવર્ણ શલાકા ખસેડીને તેની જગ્યા પર અત્યારે દર્શન આપી રહેલા મહાદેવના શિવલિંગની સ્થાપન કરીને પ્રાણ પ્રતિષ્ઠા (Somnath Temple Pran Pratishtha Day) પરિપૂર્ણ કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 108 જેટલા તીર્થસ્થાનો અને 07 મહાસાગરોના જળથી મહાદેવ પર અભિષેક કરીને હિંદુ ધર્મ સંસ્કૃતિના પ્રતીકરૂપે સોમનાથ મહાદેવના લિંગનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ સમયે 102 તોપોના નાદથી દેવાધિદેવ મહાદેવનો ઘંટનાદ પણ કરવામાં આવ્યો હતો. શિવ ચરિત્ર સાથે જોડાયેલા ધાર્મિક ગ્રંથ દીપાર્ણવમાં સોમનાથ મહાદેવના શિવલિંગને સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ પ્રકારનું શિવલિંગ હોવાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Somnath Mahadev Temple: પ્રથમ જ્યોતિર્લિંગમાં બિરાજતા મહાદેવ સોમનાથ તરીકે કેમ પૂજાયા, પ્રાગટ્ય ઇતિહાસ જાણો
સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની સરદાર પટેલની પરિકલ્પના થઇ પૂર્ણ - સરદાર પટેલના સંકલ્પ (Sardar Patel's contribution in renovation of Somnath temple) એવા સોમનાથ મહાદેવ મંદિરની તેમની પરિકલ્પના 71 વર્ષ (71st Pranapratishtha Day of Somnath Temple) પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થતાં પૂર્ણ થઇ હતી. સરદારની કલ્પનાનું સોમનાથ મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા (Somnath Temple Pran Pratishtha Day) મહોત્સવ બાદ આજે પરિપૂર્ણ શિવાલય સરદારની સોમનાથ પ્રત્યેની લાગણીના પણ દર્શન કરાવી રહ્યું છે. આ મંદિરના નિર્માણમાં સાત માળ બનાવવામાં આવ્યા છે. સોમનાથ મંદિરના નિર્માણની ઘટનાને સદીની ઐતિહાસિક ધાર્મિક ઘટના સાથે પણ જોવામાં આવે છે. પ્રાચીન યુગથી શરૂ કરીને વર્તમાન યુગ સુધી અનેક આક્રમણો અને ત્યારબાદ સર્જનની સાક્ષી પુરતું સોમનાથ મહાદેવનું મંદિર આજે હિન્દુ ધર્મ સંસ્કૃતિની એક ધરોહર બની રહ્યું છે.