ત્યારે ETV BHARAT ના માધ્યમથી અમે આપને જણાવીશું સોમનાથ માં થતા ઉત્તમ વેસ્ટ મેનેજમેન્ટ વિશે, જેના કારણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે દેશ નો સૌથી સ્વચ્છ આઇકોનીક પ્લેસ...Body:સોમનાથ ના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા મિશન ની પણ સોમનાથ માં ચોક્કસ થી અસર થઈ છે. સોમનાથ ટ્રસ્ટ સ્વચ્છતા બાબતે બધાજ કરતા એક કદમ આગળ દેખાય છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વીકાસ બોર્ડ દ્વારા સોમનાથ આસપાસ સ્વચ્છતા જાળવવા માટે એક સફાઈ એજન્સી પણ ફાળવવામાં આવી છે.
તમને થશે "એમાં શુ નવી વાત છે?"
પણ સોમનાથ તીર્થ માં તમને કચરા ના થર નહિ જોવા મળે સોમનાથ મંદિર,ટ્રસ્ટ ના અતિથિગૃહ, ભોજનાલયો, આ તમામ માંથી નીકળતા કચરા અને ફૂડ વેસ્ટ નું સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનોખું નિવારણ શોધવામાં આવ્યું છે.
સોમનાથ મંદિર માંથી કચરા સ્વરૂપે નીકળતા મુર્જાયેલા ફૂલો, બીલીપત્રો, હાર, રેસ્ટોરન્ટમાંથી નીકળતું ફુડ વેસ્ટ બધુજ એકઠું કરી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસવાયેલ અતિ આધુનિક મશીન માં નાખી અને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે.
માત્ર એટલુંજ નહિ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર ના પ્રસાદ, અતિથિગૃહ અને ટ્રસ્ટ ના રેસ્ટોરન્ટમાં તમામ જગ્યાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરીદેવામાં આવ્યો છે. તેની જગ્યા એ કાપડ ની થેલી જેવા બીજા વિકલ્પો નો ઉપયોગ કરવામાં આવે છે.
સોમનાથ મંદિર પાસેજ 65 લાખ ના ખર્ચે હવાઈ મથક જેટલા સુવિધા યુક્ત પે એન્ડ યુઝ ટોઇલેટ બાથરૂમ પણ બનાવવામાં આવ્યા છે. જેના કારણે બહાર થી આવતા યાત્રિકો ની સુવિધાઓ માં વધારો થઈ શકે. સોમનાથ મંદિર પ્રશાસન દ્વાર સોમનાથ મંદિર તેમજ આસપાસના વિસ્તાર ની સ્વચ્છતા ઉપર વિશેષ કામગીરી કરવામાં આવી છે.
ત્યારે ન માત્ર અન્ય ધર્મસ્થાનો પરંતુ ખાનગી હોટલ જેવા સાહસો પણ સોમનાથ ટ્રસ્ટ ની સ્વચ્છતા ના કાર્યક્રમ ને સરળતાથી અપનાવી શકે છે. અને પોતાના કચરા માંથી ખાતર બનાવી શકે છે. આમ સોમનાથ નો સ્વચ્છતા કાર્યક્રમ જો મોટા સ્તરે અપનાવવામાં આવે તો ચોક્કસ થી આપણે એક કદમ સ્વચ્છતા તરફ ભરીશું એમ કહેવાશે.