ETV Bharat / state

તાલાલાની સગીરા પર દુષ્‍કર્મનો મામલોઃ પોસ્કો કોર્ટે આરોપીઓને 14 વર્ષની કેદ અને 17,000નો દંડ ફટકાર્યો - POSCO Court

તાલાલા પંથકમાં લલચાવી ફોસલાવી સગીરા પર 2 શખ્‍સોએ દુષ્‍કર્મ આચર્યાના ગુનામાં સ્‍પે. પોસ્‍કો કોર્ટે બન્ને આરોપીઓને 14 વર્ષની કેદની સજા અને 17 હજારનો દંડ ફટકારતી સજાનો હુકમ કર્યો છે. વઘુમાં આ મામલે પીડિતાને સરકારની યોજના હેઠળ રૂપિયા 6 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

આરોપીઓને 14 વર્ષની કેદ અને 17 હજારના દંડની સજા ફરમાવી

author img

By

Published : Apr 1, 2021, 8:24 PM IST

Updated : Apr 1, 2021, 9:46 PM IST

  • પીડિતાને સરકારની યોજના તળે 6 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો
  • વેરાવળની સ્પે.પોસ્કો કોર્ટ દ્વારા ફરમાવવામાં આવી સજા
  • અઘિનિયમની કલમો મુજબની ચાર્જશીટ વેરવળની સ્‍પે.પોસ્‍કો કોર્ટમાં રજુ કરી

ગીર-સોમનાથઃ આ ચુકાદા અંગે સરકારી વકીલ કે.પી.પંડયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2018માં ગામના બાલુ અરશી પટાટે લાલચ આપી સગીરાને પોતાના ઘરે બોલાવી એકલતાનો લાભ લઇ બળજબરીથી દુષ્‍કર્મ કર્યા બાદ વઘુ પાંચેક વખત દુષ્‍કર્મ કર્યું હતુ. ત્‍યારબાદ સગીરાને આ જ ગામના રમેશ કાળા કછોટે પણ લગ્‍ન કરવાની લાલચ આપી ત્રણ મોબાઇલ ફોન આપી બળજબરીથી દુષ્‍કર્મ આચરી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી. જે અંગે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંઘાવી હતી.

આરોપીઓને 14 વર્ષની કેદ અને 17 હજારના દંડની સજા ફરમાવી
આરોપીઓને 14 વર્ષની કેદ અને 17 હજારના દંડની સજા ફરમાવી

આ પણ વાંચોઃ ધ્રાંગધ્રા કોર્ટે પ્રેમી અને માતાને દિકરીની હત્યાનાં કેસમાં ફાંસીની સજા સંભળાવી

સરકારી વકીલની ધારદાર દલીલો

કોર્ટમા કેસ શરૂ થતા સરકારી વકીલ કે.પી.પંડયાએ 26 સાહેદોને બોલાવી મુખજુબાની લીઘી હતી. જેમાં ફરિયાદી, સાહેદો, પાંચ વિટનેસ, ડૉક્ટર અને પોલીસનો સમાવેશ હતો. કોર્ટમા 26 જેટલા દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કરી દલીલો કરતા જણાવ્યું હતું કે, સમાજમાં દિકરીઓ સલામત રહે તે માટે સરકારે સ્‍પે.પોસ્‍કો એક્ટની જોગવાઇઓ કરી છે. સગીરાએ જુબાની આપી હતી કે, તે માત્ર પુરતી છે. આમ છતાં મેડિકલ એવિડન્‍સ સહિતનાએ સમર્થન કરતી જુબાની આપી છે. સગીર વયની દિકરીઓને લાલચ આપી, ફોસલાવી પટાવી તેની ઇચ્‍છા વિરુદ્ધ દુષ્‍કર્મ કરી સામાજીક રીતે ભોગ બનનારનું અસ્‍તીત્‍વ ખતમ કરી નાંખવાના કૃત્‍યને હળવાશથી લઇ શકાય નહીં. જેથી બન્ને આરોપીઓને તકસીરવાન ઠેરવવા જોઇએ.

સ્‍પે.પોસ્‍કો કોર્ટ દ્વારા ફાટકરાઈ સજા

બન્ને પક્ષોની દલીલોને સાંભળીને સ્‍પે.પોસ્‍કો કોર્ટના જજ બી.એલ.ચોઇથાણી સાહેબે આરોપી બાલુ અરશી પટાટ અને રમેશ કાળા કછોટને અલગ અલગ કલમ તળે 14 વર્ષની કેદની તથા રૂપિયા 17 હજારના દંડની સજા કરતો હુકમ કર્યો હતો. આ સાથે પીડિતાને સરકારની યોજના તળે રૂપિયા 6 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ 13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં

Last Updated : Apr 1, 2021, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.