ETV Bharat / state

દીપડાએ કર્યો યુવાનનો શિકાર, ધડથી માથુ કર્યુ અલગ - ગીર સોમનાથ દીપડાનો આતંક

ગીર સોમનાથ જિલ્લાના જામવાળા રેન્જના હરમડિયા ગામમાં ઘાતક બનેલા દીપડાએ ખેતરમાં કામ કરી રહેલા અજીત ભેડા નામના યુવકનો શિકાર કરીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યો હતો. આથી સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ ફેલાઈ રહ્યું છે.

દીપડાએ કર્યો યુવાનનો શિકા
દીપડાએ કર્યો યુવાનનો શિકા
author img

By

Published : Jan 2, 2021, 8:56 PM IST

Updated : Jan 2, 2021, 9:46 PM IST

  • ગીર સોમનાથમાં દીપડો બન્યો ઘાતક, યુવાન ખેડૂતનો કર્યો શિકાર
  • વન વિભાગે મૃતદેહનો કબજો લઈ દીપડાને પકડવા કવાયત હાથ ધરી
  • ગામ લોકોમાં જોવા મળી રહ્યો છે ભયનો માહોલ

ગીર સોમનાથઃ જિલ્લાના જામવાળા રેન્જમાં હરમડિયા ગામમાં દીપડો હિંસક બન્યો છે. આ દીપડાએ દિવસે ખેતરમાં કામ કરી રહેલા અજીત ભેળા નામના યુવાનનો ક્રૂરતાપૂર્વક શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. હરમડિયા ગામમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યું છે. દીપડાએ એટલી હદે ઘાતક બનીને યુવાન ખેડૂત પર હુમલો કર્યો હતો કે, યુવાનનું ધડ મસ્તક બંને અલગ થઇ ગયા હતા. આ કંપારી છૂટે તેવા હુમલા બાદ દિપડો જંગલમાં પલાયન થઈ ગયો હતો. હાલ વન વિભાગે દિપડાને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

દીપડાએ કર્યો યુવાનનો શિકા
દીપડાએ કર્યો યુવાનનો શિકા

ગામના સરપંચે સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરી

દિપડા દ્વારા યુવાનના શિકારની ઘટના શુક્રવારે બની હતી. જેની જાણ શનિવારે થવા પામતા વનવિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. હરમડિયા ગામના સરપંચે સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને શનિવારે વહેલી સવારે કરી હતી. ત્યારબાદ વનવિભાગ પણ સતર્ક થયુ છે. તેમજ ક્રૂરતા પૂર્વક ખેડૂતનો શિકાર કરીને જંગલમાં પલાયન થઈ ગયેલા હિંસક દિપડાને પકડી પાડવા વન કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે. જે પ્રકારે દીપડાએ હિંસક બનીને ક્રૂરતાપૂર્વક યુવાન ખેડૂતનો શિકાર કર્યો છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જૂનાગઢ મહુવા અને ત્યારબાદ જામવાળામાં સિંહ અને દિપડા દ્વારા ત્રણ વ્યક્તિઓના શિકારની ઘટના સામે આવી છે. ત્યારે હિંસક બની રહેલા સિંહ અને દીપડાને લઈને ગામ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Last Updated : Jan 2, 2021, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.