- મુખ્ય પ્રધાનની મુલાકાત પૂર્વે તૈયારીઓને લઈને કરાઈ ચર્ચા
- મુખ્ય પ્રધાનની ગીર-સોમનાથની મુલાકાત પૂર્વે અધિકારીઓની બેઠક
- સમગ્ર કાર્યક્રમને લઇને અધિકારીઓ સાથે કલેક્ટર યોજી બેઠક
ગીર સોમનાથઃ આગામી ત્રીજી તારીખે મુખ્યપ્રધાન રૂપાણી ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતેથી બીજા તબક્કાના કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે, જેને ધ્યાને લઇને સોમનાથ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી.
3જી જાન્યુઆરીએ કિશાન સૂર્યોદય યોજનાનું મુખ્ય પ્રધાન કરશે લોકાર્પણ
આ બેઠકમાં મુખ્ય પ્રધાનની ઉના મુલાકાતને લઇને તમામ તૈયારીઓ સાથે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગ્ય રીતે થાય તેને લઈને રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
રૂપાણી બીજા તબક્કાની કિસાન સૂર્યોદય યોજનાનું કરશે લોકાર્પણ
મુખ્ય પ્રધાન રૂપાણી 3જી જાન્યુઆરીના દિવસે ઉના ખાતેથી બીજા તબક્કાના કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરશે, આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો અને અન્ય ગ્રામ લોકો હાજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે કોરોના તકેદારીઓનું પાલન થાય અને સભા સ્થળે હાજર રહેલા ખેડૂતો અને ગામ લોકોને મુશ્કેલી ન ઉભી થાય તેને લઈને આગવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર કાર્યક્રમને લઇને સૂચનાઓ આપવામાં આવી હતી
જિલ્લા કલેકટર અજય પ્રકાશે તમામ અધિકારીઓને સમગ્ર કાર્યક્રમને લઇને સૂચનાઓ આપવામાં આવી હતી અને આગામી 3જી તારીખે કાર્યક્રમનું સંચાલન સુપેરે પાર પડે તેને લઈને બેઠકોનો ધમધમાટ અત્યારથી જ જોવા મળી રહ્યો છે.