ETV Bharat / state

કેરીનું ખરણ અટકાવવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવા બાગાયત વિભાગ કાર્યરત - તાલાળાની કેસર કેરી

તાલાલા ગીર જેના માટે વિશ્વ ભરમાં પ્રખ્યાત છે એવી કેસર કેરી ના પાકમાં ખરણ ની સમસ્યા ખેડૂતો ને માટે માથા નો દુખાવો બની છે ત્યારે. ગીરસોમનાથ જિલ્લામાં આંબા પાકમાં કેરીનું ખરણ અટકાવવા માટે ખેડૂતો ને માર્ગદર્શન માટે બાગાયત વિભાગ કાર્યરત બન્યું છે.

બાગાયત વિભાગ કાર્યરત
બાગાયત વિભાગ કાર્યરત
author img

By

Published : Apr 22, 2020, 8:08 PM IST

ગીર સોમનાથ: જિલ્લાના ખેડૂત મિત્રોના આંબા પાકમાં ઉનાળાની શરૂઆતના દિવસોમાં ભુકીછારો તેમજ ફળ ખરણનો પ્રશ્ર ઉપસ્થિત થતો હોય છે. ત્યારે ખેડૂતો માટે બાગાયત વિભાગ દ્વારા સસ્તો અને સરળ ઉપાય ખેડૂતોને સૂચવવામાં આવ્યો છે.

આંબા પાકમાં કેરીનું ખરણ અટકાવવા માટે 100 લીટર પાણીમાં 2 ગ્રામ એન.એ.એ ખાતર અને યુરિયા 2 કિલો મુજબ છંટકાવ કરવાથી કેરી ખરતી અટકે છે, અને ફળના કદમાં વધારો થાય છે. અથવા પ્લાનોફિક્સ 100 લીટર પાણીમાં 45 ગ્રામ અને 2 કિલો યુરીયા સાથે છંટકાવ કરવો.

ઉપરાંત જમીનની પ્રત મુજબ રાત્રીના સમયે હળવુ પિયત આપવું જોઈએ. વધુમાં આંબા પાકમાં પોષણ માટે 00.52.34 વોટર સોલ્યુબલ ખાતર ડ્રીપથી અથવા છંટકાવ કરવા બાગાયત વિભાગે સૂચના આપી છે.

વધુ માહિતી માટે સેન્ટર ઓફ એકસેલેંસ મેંગો તાલાલા અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી વેરાવળ ખાતે સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.