- પીડિત યુવતીને પરિવારજનો પ્રેમ સંબંધ ન રાખવા ટોકતા હતા
- પરિવારથી કંટાળી ગઇ હોવાથી આત્મહત્યા કરી લેવાનો વિચાર આવ્યો
- અભયમની ટીમે ગામના આગેવાનો સાથે વાતચીત કરી હતી
ગીર સોમનાથઃ યુવતીના પ્રેમ સંબંધની તેના પરિવારને જાણ થઈ હતી. જેને લઈ પરિવાર દ્વારા યુવતીને ઠપકો આપવાની સાથે વારંવાર ટોકતા હોવાથી કંટાળી જઈ યુવતી આત્મહત્યા કરવાના ચકરાવે ચડી ગઈ હતી. આ યુવતીનું 181 અભયમની ટીમે કાઉન્સિલિંગ કરી પરિવાર સાથે વાતચીત કરી, નવજીવન જીવવાની રાહ બતાવી આત્મહત્યાના વિચારથી મુક્ત કરી હતી.
આ પણ વાંંચોઃ સુરતમાં 181 અભયમ હેલ્પલાઇન આવી મહિલાની વ્હારે
181 અભયમ ટીમની મદદ લેવા યુવતી વેરાવળ પોલીસ અધિક્ષકની કચેરી આવી પહોંચી
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાની યુવતીના પ્રેમ સંબંધની જાણ તેમના પરીવારજનોને થતાં તેઓ દ્રારા ઠપકો આપવામાં આવતા યુવતીએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. આ બાબતે 181 અભયમ ટીમની મદદ લેવા અર્થે યુવતી વેરાવળ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આવી પહોંચી હતી.
પરિવારજનો બોયફ્રેન્ડ સાથે સબંધ નહિ રાખવા વારંવાર ટોકતા હતા
અભયમના સ્ટાફે યુવતી પાસેથી વિગતો પૂછતા જણાવ્યુ હતું કે, તે થોડા દિવસ પહેલા બજારમાં શ્રીફળ લેવા ગઇ ત્યારે તેના બોય ફ્રેન્ડને મળવા માટે પણ ગઇ હતી. તે વાતની જાણ તેના પરિવારજનોને થતા ઠપકો આપ્યો હતો અને બોયફ્રેન્ડ સાથે સબંધ નહિ રાખવા વારંવાર ટોકતા હતા. જેથી તેણી કંટાળી ગઇ હોવાથી આત્મહત્યા કરી લેવાનો વિચાર આવ્યો હતો.
આ પણ વાંચોઃ પિયરપક્ષ અને દીકરાના ત્રાસથી કંટાળેલી મહિલાને આજીમાં કુદે તે પહેલા181ની ટીમે બચાવી
આત્મહત્યાના વિચારમાંથી મુક્ત થઇ જીંદગી જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું
અભયમના સ્ટાફ દ્વારા યુવતીના માતા-પિતાને અત્રે બોલાવ્યા હતા. ત્યારબાદ સ્ટાફ દ્વારા પિડીત યુવતી અને તેણીના માતા-પિતાનું કાઉન્સિલિંગ કરી કાયદાકીય સમજણ આપી હતી. યુવતીને પણ સમજાવી, ગામના આગેવાનો સાથે વાતચીત કરી હતી. યુવતી અને તેના પરિવારજનોને સમજાવી સમાધાન કરાવતા યુવતી આત્મહત્યાના વિચારમાંથી મુક્ત થઇ જીંદગી જીવવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.