ગીર સોમનાથઃ દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ગુજરાતના ગીરસોમનાથમાં માછીમારી કરવા આવેલા આંધ્રપ્રદેશના હજારો માછીમારો ફસાયા છે, ત્યારે જેમાંના 1 માછીમારનું હ્રદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.
માછીમારો ગીરસોમનાથમાં માછીમારી કરવા આવ્યાં હતાં. તે દરમિયાન લોકાડાઉન થઇ જતા તેઓ ગીરસોમનાથમાં ફસાયા છે. જેમાંથી એક માછીમારનું હદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. ગુજરાતમાં ફસાયેલા આંધ્રપ્રદેશના 5000 માછીમારો ઘરે જવા માટે સરકારને વિનંતી કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, રાજસ્થાનમાં આ રીતે ફસાયેલા વિદ્યાર્થીઓને પોત પોતાના રાજ્યમાં મોકલવામાં આવ્યાં હતાં. કોટામાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થી લોકડાઉન હોવાથી ફસાયા હતા. જેઓ હાલ પોત-પોતના રાજ્ય અને ઘરે પહોંચી ગયા છે, તો આ માછીમારો કેમ નહીં?