ETV Bharat / state

પ્રભાસ પાટણના અનોખા જલારામ ભક્ત, 19 વર્ષથી જલારામ જયંતિ ઉજવવા લંડનથી વતન આવે છે

પ્રવાસ પાટણમાં રહેતા મુકુંદભાઈ ચુડાસમા અને તેમનો પરિવાર 19 વર્ષ પૂર્વે રોજગારી માટે ઇંગ્લેન્ડ ગયો હતો.

જલારામ ભક્ત પરિવાર
જલારામ ભક્ત પરિવાર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

ગીર સોમનાથ: મુકુંદભાઈ ચુડાસમા અને તેનો પરિવાર અનોખા જલારામ ભક્ત તરીકે પ્રભાસતીર્થ ક્ષેત્રમાં ઓળખાઈ રહ્યો છે. આજથી 19 વર્ષ પૂર્વે ઈંગ્લેન્ડ કામ માટે ગયેલો ચુડાસમા પરિવાર આજે લંડન સ્થાયી થયો છે. પરંતુ દર વર્ષે જલારામ જયંતીના દિવસે સહ પરિવાર પ્રભાસ પાટણ આવીને જલારામ જયંતિની ઉજવણી કરે છે. ચુડાસમા પરિવારનું વારસાગત ઘર પ્રભાસ પાટણમાં આવેલું છે. જેમાં પરિવારની ઈચ્છાથી જલારામ મંદિર ઉભું કરવામાં આવ્યુ છે. જેની સેવા પૂજાની જવાબદારી પાડોસમાં રહેતા જયાબેન રામાનંદી નીભાવી રહ્યા છે. માતા-પિતાની ઈચ્છા અનુસાર પારિવારિક ઘરને મંદિરમાં પરિવર્તિત કરીને મુકુંદભાઈ અને સમગ્ર ચુડાસમા પરિવાર એક અનોખી ભક્તિનો સંદેશો પણ આપે છે.

19 વર્ષથી જલારામ જયંતિ ઉજવવા આવે છે પરિવાર (ETV Bharat Gujarat)

પ્રભાસ પાટણના અનોખા જલારામ ભક્ત

પ્રવાસ પાટણમાં રહેતા મુકુંદભાઈ ચુડાસમા અને તેમનો સમગ્ર પરિવાર આજથી 19 વર્ષ પૂર્વે રોજગારી માટે ઇંગ્લેન્ડ ગયો હતો. જ્યાં તેઓ આજે ઇંગ્લેન્ડના નાગરિક તરીકે સ્થાયી થાય છે. પરંતુ દર વર્ષે જલારામ જયંતીના અવસરે સમગ્ર ચુડાસમા પરિવાર લંડનથી પ્રભાસ પાટણ આવે છે. તેની પાછળ પણ એક રોચક કહાની જોવા મળે છે. મુકુંદભાઈના માતા-પિતાની ઈચ્છા અનુસાર પ્રભાસ પાટણમાં આવેલું પારિવારિક ઘર વેચવાની જગ્યાએ અહીં જલારામ બાપાનું એક મંદિર બને તેવી ઈચ્છા પૂર્ણ કરીને પાછલા 19 વર્ષથી પ્રભાસ પાટણના રામરાખ ચોકમાં આવેલા ઘરમાં જલારામ બાપા અને વીરબાઈ માતાની પુરા કદની પ્રતિમા સ્થાપિત કરીને પારિવારીક ઘરને જલારામ બાપાના મંદિરમાં પરિવર્તિત કર્યું છે.

પૈતૃક ઘરમાં મંદિર બનાવ્યું
પૈતૃક ઘરમાં મંદિર બનાવ્યું (ETV Bharat Gujarat)

ઇંગ્લેન્ડ અને અમેરિકાથી આવે છે આખો પરિવાર

મુકુંદભાઈ ચુડાસમાનો પરિવાર હાલ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં સ્થાયી થયો છે. માતા પિતાની ઈચ્છા અનુસાર જે જગ્યા પર જલારામ બાપાનું મંદિર બન્યું છે તે જગ્યા પર જલારામ જયંતિની ખાસ ઉજવણી કરવા માટે લંડન અને અમેરિકાથી આખો પરિવાર પ્રભાસ પાટણ આવે છે. દર વર્ષે જલારામ જયંતીના દિવસે તેઓ એક અઠવાડિયા સુધી અહીં રોકાણ કરીને ભક્તિપૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરે છે. આજના સમયમાં પારિવારિક મિલકત માટે સંતાનો વચ્ચે ઝઘડા થતા હોય છે. માતા-પિતાની લાગણી સાથે જોડાયેલું પારિવારિક ઘર ઝઘડામાં અંતે વહેંચાઈ જતું હોય છે. પરંતુ મુકુંદભાઈએ તેમનું પારિવારિક ઘર અને માતા પિતાની ઈચ્છા હતી તેને ફળીભૂત કરીને તેમની અંતિમ ઈચ્છા અનુસાર જલારામ મંદિર બનાવ્યું છે.

આ પણ વાંચો:

  1. કોલવડામાં ટોપરાપાક ખાવાથી 33 લોકોને ફૂડ પોઈઝનિંગ, 16 જણાની તબિયત લથડી
  2. નોટિસ વગર મકાન તોડી પાડવાના મામલે સુરત મનપાના કમિશનર સહિતના અધિકારીઓ ભરાયા, હાઈકોર્ટે ફટકારી નોટિસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.