ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં 24 કલાકમાં 3 હત્યાઃ લીવ ઈનમાં રહેતી યુવતીના પરિવારે પ્રેમી અને તેના પિતાને રહેંસી નાખ્યા - SURENDRANAGAR OWNER KILLING CASE

સુરેન્દ્રનગરના થાનમાં ઓનર કિલિંગની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે.

સુરેન્દ્રનગરમાં 24 કલાકમાં 3 હત્યા
સુરેન્દ્રનગરમાં 24 કલાકમાં 3 હત્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2024, 4:50 PM IST

સુરેન્દ્રનગરઃ થાન સીમ વાડીમાં પ્રેમ પ્રકરણ બાબતે પિતા અને પુત્રનું ત્રણ શખ્સો દ્વારા છરી, ધોકા જેવા તીક્ષ્ણ અને બોથડ હથિયારથી હુમલો કરી માર મારી અને અત્યાર નીપજાવ્યાની ઘટના પોલીસ ચોંપડે નોંધાઈ છે. હત્યાના આરોપીઓ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. જેમાં એક મહિલાને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. આ મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં 24 કલાકમાં 3 હત્યા (Etv Bharat Gujarat)

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે ત્યારે દિવસેને દિવસે હત્યા, લૂંટ, અપહરણ સહિતના ગુનાઓ સતત વધી રહ્યા છે. 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ વ્યક્તિઓની હત્યા થઈ છે. જેમાં પાંચ તારીખે જોરાવરનગરના મુખ્ય બજારમાં ફાયરિંગ કરી પાન પાર્લર ચલાવતા માલિકની હત્યા કરાઈ હતી. તેની સાઈ તો હજી સુકાઈ નથી ત્યારે ફરી થાનની સીમ વાડીમાં પિતા-પુત્રની છરી, લાકડી વડે હુમલો કરી માર મારી અને હત્યા નીપજાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. તે જ ઘટનામાં બે મહિલાને ઈજા પહોંચી છે.

આરોપી

  1. દિનેશભાઈ સુખાભાઈ જેસાભાઈ
  2. નરસિંહભાઈ સાપરા
  3. દિનેશભાઈ નાનજીભાઈ સાપરા

મૃતકના ભાઈ રાજેશભાઈ બજાણીયાએ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદીના ભાઈ ભાવેશભાઈને વરમાધાર ગામના અરજીભાઈ ચોથાભાઈની દીકરી સંગીતા સાથે પ્રેમ સંબંધ હોવાથી છ માસ પહેલા સંગીતાબેન સાથે મૈત્રી કરાર કર્યો હતો. તેઓ ભાવેશભાઈના પિતા ઘુઘાભાઇએ ભાગમાં રાખેલી વાડીએ રહેતા હતા. તે વાતનું મન દુઃખ રાખી ફરિયાદીના ભાઈ ભાવેશ, તેની માતા અને પિતા તથા મૈત્રી કરારથી સાથે રહેતી મહિલા સંગીતાબેનને માર મારવામાં આવ્યો છે. છરી અને ધોકા વડે માર મારી ત્રણ શખ્સોએ ઈજા પહોંચાડી હતી.

સારવાર દરમિયાન પિતાનું પણ મોતઃ તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ 108 મારફતે થાન હોસ્પિટલ કસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવેશભાઈને હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને ભાવેશભાઈની પ્રેમિકા સંગીતાબેન અને ફરિયાદીના તેના પિતા ઘુઘાભાઈ તેમજ માતા મંજુબેનને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે રાજકોટ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરિયાદીના પિતા ઘુઘાભાઈનું પણ મોત નીપજ્યું હતું. ઉપરાંત તેની માતા અને તેના ભાઈની પ્રેમિકા સંગીતાબેનને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મરણ જનારના ભાઈ રાજેશભાઈએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સંગીતાબેનના ભાઈ અને પહેલાના પતિ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યા અંગેની થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે ડબલ મર્ડરને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા, ડીવાયએસપી વિશાલ રબારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ફરિયાદ પ્રમાણે તપાસ હાથ ધરી મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા. સાથે જ આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરુ કરી છે.

  1. કોલવડામાં ટોપરાપાક ખાવાથી 33 લોકોને ફૂડ પોઈઝનિંગ, 16 જણાની તબિયત લથડી
  2. આવી ઠગાઈથી ચેતજો ! મોરબીના આધેડે નફાની લાલચમાં 50 લાખ ગુમાવ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.