ETV Bharat / state

આવી ઠગાઈથી ચેતજો ! મોરબીના આધેડે નફાની લાલચમાં 50 લાખ ગુમાવ્યા

મોરબીના 43 વર્ષીય આધેડ પાસેથી નફો આપવાની લાલચે આરોપીએ 50 લાખની રકમ મેળવી પરત ન કરતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.

Morbi fraud
Morbi fraud (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2024, 2:46 PM IST

મોરબી : લાલચ આપીને પૈસા પડાવતા લોકોનો રાફડો ફાટ્યો છે. મોરબી શહેરમાં રહેતા 43 વર્ષીય આધેડ પાસેથી શેરબજારમાં રોકાણ કરી સારો નફો આપવાની લાલચે આરોપીએ 50 લાખની રકમ મેળવી હતી. જોકે, આજદિન સુધી આ પૈસા પરત નહીં આપતા છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વોટ્સએપ લીંક દ્વારા આપી લાલચ : ફરિયાદમાં જણાવ્યા અનુસાર શ્રીકુંજ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય ભરતભાઈ ગોરધનભાઈ પાંચોટિયા નામના આધેડે વ્હોટસએપ નંબર ધારકો અને બેંક એકાઉન્ટ ધારકો સહીત 13 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, આરોપીએ વોટ્સએપ નંબર 8457844521 અને 8456876285 પરથી ફરિયાદી ભરતભાઈને લીંક મોકલી હતી. બંને વોટ્સએપ નંબરની પ્રોફાઈલ ચેક કરતા તેનું નામ પ્રિયંકા કુમારી અને શોયર્મ ગુપ્તા જાણવા મળ્યું હતું.

શેરબજારમાં રોકાણ કરાવ્યું : બાદમાં બંને નંબર પરથી શેરબજારમાં રોકાણ અંગેની ટીપ્સ મોકલતા હતા. શેરબજારમાં રોકાણ કરવા માટે ASTHA એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. આ એપ્લિકેશનમાં જુદી જુદી કંપનીના નવા IPO શેર લાગ્યા હોવાની વાત કરી હતી. જેથી ભરતભાઈએ રોકાણ કર્યું હતું અને IPO ના રૂપિયા પરત લેવા માટે મેસેજ કર્યા ત્યારે આરોપીઓએ ફરિયાદીનું એપ્લિકેશન લોગીન આઈડી લોક કરી દીધું હતું.

13 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો : ગત 14 જૂનથી 3 જુલાઈ દરમિયાન શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઈને આરોપીઓએ અલગ અલગ બેંક ખાતામાં કુલ રૂ 50 લાખ મેળવી લીધા હતા. બાદમાં આજદિન સુધી રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી. મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને વોટ્સએપ નંબર અને બેંક એકાઉન્ટ ધારક સહિત 13 વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

  1. હોટેલમાં ચાલતુ જુગારધામ ઝડપાયું, 9 જુગારીઓ ઝડપાયા
  2. વાંકાનેરમાં યુવકની હત્યાનો મામલો, ત્રણ આરોપી ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.