- શ્રાવણ મહિનાનો સોમવાર અને જન્માષ્ટમીનો આજે સર્જાયો છે પવિત્ર સંયોગ
- સોમનાથ મહાદેવને શિશ ઝુકાવવા મોટી સંખ્યામાં શિવભક્તો રહ્યા હાજર
- વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શન માટે કતારબંધ ઉભા જોવા મળ્યા
સોમનાથ: આજે પવિત્ર શ્રાવણ મહિનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો પાવન અવસર છે આ પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજરી આપી હતી. વહેલી સવારથી જ મહાદેવના દર્શન કરીને શિવ ભક્તોએ શ્રાવણ માસના સોમવારને સાથે જન્માષ્ટમીના તહેવારની પણ ઉજવણી કરી હતી. આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હોવાને કારણે પણ શિવ ભક્તોમાં શિવ મહિમા અને દર્શનને લઈને ભારે ઉમળકો જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો : Tokyo Paralympics : ભારતની બેટી અવની લેખારાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને સોમવારે શિવના દર્શનનું છે અનેરૂ મહત્વ
શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને સોમવારે મહાદેવના દર્શન કરવાનો ખાસ વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળતું હોય છે ત્યારે આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને જન્માષ્ટમી ના પાવન પર્વ ધાર્મિક સુમેળભર્યા અવસરે દેશ અને દુનિયાના શિવ ભક્તોએ સોમનાથ મહાદેવના દરબારમાં હાજરી આપી ને પવિત્ર શ્રાવણ માસ ના સોમવારે શિવ કૃપા પ્રાપ્ત કરી હતી. જેમ જેમ શ્રાવણ માસ તેના અંતિમ ચરણ તરફ આગળ વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જાણે કે તલપાપડ બનતા હોય તે પ્રકારે ખુબ મોટી સંખ્યામાં આવ્યા હતા.