ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા 144 કેસ નોંધાયા - કોરોના રસી

રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આજે મંગળવારે ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસના નવા 144 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે માત્ર એક દર્દીનું કોરોના વાઇરસના કારણે મૃત્યું થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના નવા 144 કેસ નોંધાયા

author img

By

Published : May 4, 2021, 10:25 PM IST

  • આજે મંગળવારે જિલ્લામાં 629 લોકોને રસી મૂકવામાં આવી
  • જિલ્લામાં કોરોના વેક્સિનના જથ્થાની કમી
  • આજે મંગળવારે એક કોરોનાગ્રસ્ત દર્દીનું થયું મોત

ગીર સોમનાથઃ કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્‍લા ઘણા દિવસોથી જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યાં છે. આજે મંગળવારે ફરી કેસોની સંખ્‍યામાં વઘારો નોંઘાયો છે. જિલ્લામાં આજે મંગળવારે નવા 144 કેસો નોંધાયા છે. જેમાં વેરાવળમાં 37, સુત્રાપાડામાં 21, કોડીનારમાં 11, ઉનામાં 30, ગીરગઢડામાં 15, તાલાલામાં 30 કેસો નોંઘાયા છે. જિલ્‍લાના કોડીનાર ખાતે એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્‍યુ નોંઘાયા છે. આજે મંગળવારે સારવારમાં રહેલા એક પણ દર્દીઓએ રજા આપવામાં આવી નથી.

આજે મંગળવારે જિલ્લામાં 629 લોકોને રસી મૂકવામાં આવી

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા

રસીકરણની કામગીરી પણ મંદ પડી

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ મંદ પડી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1,71,037 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે મંગળવારે વઘુ 629 લોકોને જ રસી મૂકવામાં આવી છે.

રસીકરણની કામગીરી પણ મંદ પડી
રસીકરણની કામગીરી પણ મંદ પડી

વેક્સિનનો જથ્થો ફાળવવા લોકમાગ ઉઠી

જિલ્લામાં કોરોના વેક્સિનનો જથ્થો ઓછો હોવાથી જિલ્લામાં અનેક સેન્ટરો બંધ રહ્યા હતા. જયારે અમુક સેન્ટરો પર મર્યાદીત લોકોનું જ વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આમ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે જેની સામે વેક્સિનનો જથ્થો ખુટવા લાગતા કામગીરી ખોરવાઇ હતી. સરકાર ગીર સોમનાથ જિલ્લામાં જરૂરી વેક્સિનનો જથ્થો ફાળવે તેવી માગ લોકોમાંથી ઉઠી છે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, શનિવારે કોરોના પોઝિટિવના 105 કેસ આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.