ETV Bharat / state

Vibrant Gujarat Global Summit 2024: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉદ્યોગપતિઓ સાથે બેઠક, 2022-23માં રાજ્યમાંથી 33 ટકાથી વધુ નિકાસ - ભારતની નિકાસમાં ગુજરાતના નોંધપાત્ર યોગદાન

વાઈબ્રન્ટ ગુજરાતની 10મી સમિટને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોલકાતામાં ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. હર્ષ સંઘવીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. ખાસ કરીને ગિફ્ટ સિટી, ધોલેરા અને માંડલ- બેચરાજી જેવા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન તેમજ પેટ્રોકેમિકલ્સ ઈન્વેસ્ટમેન્ટ ઝોન, ડ્રીમ સિટી, સાણંદ મેન્યુફેક્ચરિંગ હબ, લોજિસ્ટિક્સ પાર્ક, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ અંગે વાત કરી હતી.

Vibrant Gujarat Global Summit 2024
Vibrant Gujarat Global Summit 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 12:34 PM IST

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ માટે નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન રેઝર અને મુંબઈ, ચંદીગઢ અને જાપાનમાં સફળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શૉ બાદ, વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે આજે કોલકાતા રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ રોડ શૉમાં ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજર રહ્યા હતા.

  • Addressed a distinguished gathering of industrialists and companies in preparation for Vibrant Gujarat 2024.

    It was truly inspiring to witness their genuine enthusiasm for the event and their keen interest in understanding the remarkable growth prospects that Gujarat has to… pic.twitter.com/aBigrBZbZV

    — Harsh Sanghavi (@sanghaviharsh) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉદ્યોગપતિઓ સાથે બેઠક: રોડ શૉ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગ જગતના વિવિધ મહાનુભાવો સાથે વન ટુ વન બેઠક કરી હતી. જેમાં વેસુવિયસ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નીતિન જૈન, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના લિગલ એન્ડ કોર્પોરેટ અફેર્સના પ્રેસિડેન્ટ અને કંપની સેક્રેટરી જિતેન્દ્ર કુમાર, મૉલકોમ ઈન્ડિયા લિ.ના ડિરેક્ટર ગિરિરાજ માલ, ટીટાગઢના ડિરેક્ટર પ્રિતિશ ચૌધરી, પર્પલ માઇક્રોપોર્ટ સાયન્ટિફિક ઇન્ડિયા પ્રા. લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી સીઇઓ દિનેશ અરોરા, બર્જર પેઇન્ટ્સ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગના ગ્રુપ હેડ શ્રી રાજેશ તિવારી, IFB એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિ.ના MD શ્રી એ. મુખોપાધ્યાય, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝના સીએફઓ આર. ચૌધરી, શ્યામ મેટલિક્સ એન્ડ એનર્જી લિમિટેડના CEO દીપક ગોયલ, સેનકો ગોલ્ડ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર સુવંકર સેન, એટમોસ્ફિયરના મેનેજિંગ ડિરેક્ટર એસ. મોહાપાત્રા સાથે બેઠકો કરી હતી.

ગુજરાત બન્યું રોકાણકારોની પસંદ: આ બેઠકો દરમિયાન હર્ષ સંઘવીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે વાત કરી હતી અને છેલ્લા બે દાયકામાં ગુજરાત કેવી રીતે વિકાસ માટે રોલ મોડેલ અને પસંદગીનું રોકાણ સ્થળ બન્યું છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાતના નીતિ-આધારિત અભિગમને રાજ્યમાં રોકાણ માટેના આકર્ષણનું શ્રેય આપતાં 2002 અને 2022 ની વચ્ચે US$ 55 બિલિયનની ગુજરાતની સંચિત એફડીઆઈ અંગે પણ વાત કરી હતી. સાથે ગુજરાતની વિવિધ પોલિસીઓ જેમકે ગુજરાત રિન્યુએબલ પોલિસી 2023,આત્મનિર્ભર ગુજરાત સ્કિમ 2022, ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ અને લોજિસ્ટિક્સ પાર્ક પોલિસી 2021, ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી 2021, ટુરીઝમ પોલિસી અને ટેક્સટાઈલ પોલિસી અંગે વાત કરી હતી.

2022-23માં રાજ્યમાં 33%થી વધુ નિકાસ: હર્ષ સંઘવીએ ભારતની નિકાસમાં ગુજરાતના નોંધપાત્ર યોગદાન તરફ ધ્યાન દોર્યું હતું. જેમાં 2022-23માં 33%થી વધુ નિકાસ રાજ્યમાંથી થઈ હતી. રાજ્યનો વ્યાપક દરિયાકિનારો ભારતના 40% કાર્ગોનું સંચાલન કરે છે. સાથે 84 લાખથી વધુ લોકોને રોજગારી આપતા 14.6 લાખથી વધુ નોંધાયેલા MSMEs ગુજરાતની આર્થિક ક્ષમતા દર્શાવે છે. ગુજરાતના બે જિલ્લાઓ, અમદાવાદ અને સુરત, સૌથી વધુ ઉદ્યોગ નોંધણી માટે ભારતના ટોચના દસ જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે અને રાજ્યમાં 7,300થી વધુ સ્ટાર્ટઅપ્સ છે, જે DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત છે, જે 210+ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓના નેટવર્ક દ્વારા સમર્થિત છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીનો અમલ કરનાર દેશના પ્રથમ રાજ્ય તરીકે ઊભું છે, જેનો હેતુ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ મેન્યુફેક્ચરિંગ માટે ભારતના પસંદગીના સ્થાન તરીકે સ્થાપિત કરવાનો છે. હું માનું છું કે ગુજરાતની ઔદ્યોગિક માળખાકીય સુવિધા, સાનુકૂળ નીતિઓ અને ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ અભિગમ પશ્ચિમ બંગાળ, ગુજરાત અને આપણા દેશ માટે ફાયદાકારક રહેશે." ઉલ્લેખનીય છે કે, સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતના અગ્રણી રોકાણકાર માઈક્રોને ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું બાંધકામ શરૂ કર્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે સૌને આમંત્રણ પાઠવ્યું હતું. ગુજરાતમાં રોકાણ અને દેશની વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાત સરકારના અધિક ઉદ્યોગ કમિશનર ડૉ. કુલદીપ આર્યએ ગુજરાતમાં ઉપલબ્ધ અસંખ્ય બિઝનેસની તકો વિશે વિસ્તૃત રજૂઆત કરી હતી. રૂપા એન્ડ કંપનીના પ્રેસિડેન્ટ, નિયો મેટાલિક્સ લિમિટેડના ડિરેક્ટર અને એસોચેમ (ASSOCHAM) ઈસ્ટર્ન રિજનના ભૂતપૂર્વ પ્રમુખ રવિ અગ્રવાલ દ્વારા આભારવિધિ સાથે આ રોડ શૉનું સમાપન કરવામાં આવ્યું હતું.

( પ્રેસ નોટ આધારિત)

  1. Arvind kejriwal liquor scam Ed : અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય, આ છે કારણ...
  2. Ration Shop Owners Strike : સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે ? વેપારીઓ-સરકાર વચ્ચેની બેઠકનો શું આવ્યો નિર્ણય જાણો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.