અમદાવાદ પાસે આવેલા વિરમગામના વાસણ ગામમાં બાપજીનો 13 માર્ચ 1933ના રોજ જન્મ થયો હતો. 23 વર્ષની યુવાન વયે ભગવાનના રંગે રંગાવા 3 ઓગસ્ટ 1956ના રોજ તેમની ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ સાધુ જીવનમાં દેવનંદનદાસજી સ્વામીના નામથી ઓળખાયા હતા. ત્યારબાદ ભક્તોમાં બાપજીના નામથી જાણીતા બન્યા હતા. બાપજીએ ઉપાસના યુક્ત મંદિરોની રચના કરી હતી. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધેલા અને બાપાશ્રીએ સમજાવેલાં સત્સંગના સનાતન સિદ્ધાંતોનો પ્રસાર કર્યો હતો.
સંવત 1979માં હજી બાપાશ્રી મૂળીથી ખાખરીયાના ગામોમાં વિચરણ કરી અમદાવાદ આવ્યા હતા. નળ કાંઠા વિસ્તારના હરિભક્તોની પ્રાર્થનાથી બાપા વાસણા ગામે પધાર્યા હતા. જ્યાં વાસણ ગામના જેઠાભાઇ ઠક્કરની આદિત્ય સ્વીકારી બાપાએ વાસણ ગામે પ્રદાન કરી હતી. જેઠાભાઈને સેવક (પુત્ર) પ્રાપ્ત થાય તેવી હરિભક્તોની પ્રાર્થના સાંભળી બાપાએ આશીર્વાદ આપ્યા હતા.
બાપાના આશીર્વાદ મુજબ સંવત 1979ના આગળ વદ- એક 13 માર્ચ 1930ના રોજ પ્રાગટ્ય થયું. દેવુભાઈના પુત્રએ ભગવાન સ્વામિનારાયણના કાર્યને સિદ્ધ કરવા 1956માં આશ્રમ સ્વીકાર્યુ હતું. સાધુ દેવનંદનદાસ નામ ધારણ કર્યુ હતું અને ગોપાળાનંદ સ્વામીની પેઢીના વારસદાર બન્યા હતા.
પ. પૂ. નિર્લેપસ્વામીએ કહ્યું કે, પરમ પૂજ્ય બાપજી 22 ઓગસ્ટના રોજ 10:00 શ્રીજીચરણ પામ્યા છે. ત્યારે શુક્રવારે બાપજીની પાલખીયાત્રા વાસણા મંદિરે થી ગાંધીનગર સ્વામિનારાયણ સંસ્થા ખાતે લાવવામાં આવી હતી. બાપજીના લાખો ભક્તો અંતિમ દર્શન કરી શકે તે માટે 24 ઓગસ્ટ શનિવાર બપોરના બે વાગ્યા સુધી પાર્થિવદેહને દર્શનાર્થે મૂકવામાં આવશે. જ્યારે સંસ્થાના કેમ્પસમાં જ બાપજીની યાદમાં સ્મૃતિ મંદિર બનાવવામાં આવશે.