ETV Bharat / state

ગુજરાતમાં સોમવારથી શાળાઓ શરૂ થશે, ધોરણ 10 - 12 તથા કોલેજમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ - કૃષિપ્રધાન આર.સી.ફળદુ

ગુજરાતમાં કોરોનાની તીવ્રતા દિવસેને દિવસે ઘટતી જાય છે, ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાવાની છે, ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય હવે શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં સોમવારથી શાળાઓ શરૂ થશે, ધોરણ 10 - 12 તથા કોલેજમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ

author img

By

Published : Jan 10, 2021, 8:31 PM IST

  • ગુજરાતમાં દસ મહિના પછી શિક્ષણકાર્ય શરૂ થશે
  • કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષનું શિક્ષણ કાલથી શરૂ
  • પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થશે

ગાંધીનગર : આવતીકાલ 11 જાન્યુઆરીને સોમવારથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભ આરંભ થઇ રહ્યો છે. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવાના નિર્ણયને હર્ષભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ તમામનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો છે અને જણાવ્યું છે કે, કોરોનાના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણકાર્ય શરૂ થઈ રહ્યું છે. ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણકાર્ય અને સાથો સાથ બાળકનું પણ હિત જાળવવાનો આપણે સંકલ્પ કરીએ.

ગુજરાતમાં સોમવારથી શાળાઓ શરૂ થશે, ધોરણ 10 - 12 તથા કોલેજમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ

પ્રધાનો અને ધારાસભ્યો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકારશે

આવતીકાલ સોમવારથી ઉપરોક્ત વિદ્યાર્થીઓ માટે જ્યારે શાળાઓ શરૂ થઇ રહી છે. ત્યારે રાજ્ય સરકારના પ્રધાનો તથા ધારાસભ્યો નક્કી કરાયેલ વિસ્તારની શાળાઓમાં જે તે શાળાના પ્રારંભ સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકારી તેમને પ્રોત્સાહિત કરશે.

કયા જિલ્લાની શાળાઓમાં કયા પ્રધાનો હાજર રહેશે?

વિદ્યાર્થીઓને આવકારવા જે પ્રધાનોને જિલ્લા ફાળવાયા છે. તેમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુ રાજકોટ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગાંધીનગર જિલ્લામાં કલોલ ખાતે, મહેસુલપ્રધાન કૌશિકભાઈ પટેલ અમદાવાદ શહેર ખાતે, ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલ ગાંધીનગર ખાતે, આદિજાતિ વિકાસપ્રધાન ગણપતભાઈ વસાવા સુરત જિલ્લામાં, શ્રમ અને રોજગારપ્રધાન દિલીપકુમાર ઠાકોર પાટણ જિલ્લામાં, સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લામાં, પાણી પુરવઠા અને પશુપાલન પ્રધાન કુંવરજીભાઈ બાવળીયા રાજકોટ જિલ્લામાં, ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જિલ્લામાં, કૃષિ રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લામાં, સહકાર રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લામાં, સામાજિક -શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ વિભાગના રાજયપ્રધાન વાસણભાઇ આહીર સાબરકાંઠા જિલ્લામાં, શિક્ષણ રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે અમદાવાદ જિલ્લામાં સાણંદ ખાતે, વન આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકર વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે, નર્મદા, શહેરી ગૃહ નિર્માણ રાજ્યપ્રધાન યોગેશભાઈ પટેલ વડોદરા જિલ્લામાં, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર શહેરમાં, મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા, પંકજભાઈ દેસાઈ નડિયાદ જિલ્લામાં અને નાયબ મુખ્ય દંડક આર. સી. પટેલ નવસારી જિલ્લામાં નક્કી કરાયેલ શાળાઓમાં શાળા ખુલવાના સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકારી પ્રોત્સાહિત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.