ગાંધીનગર : દિવાળીના તહેવારમાં અનેક લોકો રજાના મૂડમાં હોય છે અને મિત્ર તથા પરિવાર સાથે રજાની મજા માણતા હોય છે. પરંતુ આ મજા ક્યારેય સજાના સ્વરૂપમાં ફેરવાઈ જાય તે કોઈ જાણતું નથી. ત્યારે જ આવી એક ઘટના ગાંધીનગર રાંધેજા પેથાપુર હાઇવે ઉપર સામે આવી છે. જેમાં પાંચ પિતરાઈ ભાઈઓ મૂવી જોવા ગયા હતા અને રાત્રિના એક કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં તમામ 5 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી : ઘટનાને લઇને પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વાહન ચાલક સાહિલ ચૌહાણ કે જે માણસાના રહેવાસી છે. આ પાંચેય યુવકો મૂવી જોઇને પરત ફરી રહ્યાં હતાં ત્યારે મોડી રાતના ડ્રાઇવ કરી રહેલ યુવક ગાડી પૂરઝડપે હંકારી રહ્યા હતાં અને આ દરમિયાન સ્ટેયરીંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો જેથી ઝાડ સાથે ગાડી અથડાઇ ગઇ હતી.
મોડી રાત્રિએ ભયંકર અકસ્માત : રસ્તા પર દોડતી ગાડી ઝાડ સાથે અથડાઇ જતાં તેમાં ડ્રાઇવર સહિત ચાર વ્યક્તિઓનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ રાંધેજા પેથાપુર હાઇવે ઉપર તેઓનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર પાંચેય મિત્રો નહીં, પરંતુ ભાઈ હોવાનું પોલીસ સ્ટેશનની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી : પાંચ પિતરાઈ ભાઈ મોડી રાત્રે બનેલી અક્સ્માતની ઘટનામાં પાંચ યુવાનોના મોતને લઇનેે હાલમાં પોલીસે આ તમામ ઘટના બાબતે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. જ્યારે મોડી રાતે થયેલ અકસ્માતમાં મોતને ભેટનારા યુવકો હિંમતનગર ખેરાલુ અને ઈડરમાં રહેતાં પાંચ પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે. તેઓ ગાંધીનગર મુવી જોઈને પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. મૃતકોની કોઈની વાત કરવામાં આવે તો મૃતકમાં સુજલ સાબીરભાઈ બેલીમ, સલમાન કાસમભાઇ ચૌહાણ અથવા શબ્બીરભાઈ ચૌહાણ અને સાહિલ ચૌહાણના મૃત્યુ થયું છે.