ETV Bharat / state

Primary Teachers Transfer : નિયમ અનુસાર શિક્ષકોના બદલી કેમ્પ શરૂ, જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો... - Primary Teachers Transfer application

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં 40,000થી વધુ શિક્ષકો પોતાની બદલીની માંગ કરી હતી. ત્યારે હવે બદલી માટે શિક્ષકોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો તેના કારણો આપવામાં આવશે. આ ઉપરાંત દંપતી કિસ્સાઓને લઈને પણ સરકાર દ્વારા તૈયારીઓ કરી છે.

Primary Teachers Transfer : નિયમ અનુસાર શિક્ષકોના બદલી કેમ્પ શરૂ, જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો...

author img

By

Published : Jun 2, 2023, 4:47 PM IST

Updated : Jun 2, 2023, 5:18 PM IST

રાજ્યમાં શિક્ષકોના બદલી કેમ્પ શરૂ

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષથી પ્રાથમિક શિક્ષકોની બદલી સરળતાથી થઈ શકતી ન હતી અને ગુજરાત હાઇકોર્ટમાં પણ આ બાબતની અરજી કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે બેઠક યોજાઈને નવા બદલીના નિયમો ઇસ્યુ કર્યા હતા અને જ્યારે ગાંધીનગરમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષક સંમેલન યોજાયું હતું તે દિવસે જ ETV Bharat શિક્ષકોના પડતર પ્રશ્નો હોવા છતાં પણ શિક્ષકોનું અધિવેશનનું આયોજન કર્યાનો અહેવાલ રજૂ કર્યો હતો ત્યારે આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે પ્રાથમિક શિક્ષકોના બદલીને શરૂઆત કરી છે.

પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શિક્ષકો ઓનલાઈન બદલી માટેની અરજી કરી શકશે, જ્યારે શનિવારે એટલે કે 3 જૂન સુધી શિક્ષકો ઓનલાઈન અરજી કરી શકશે પ્રથમ દિવસે એટલે કે બે જૂનના દિવસે ફક્ત તાલુકા બદલવાની કામગીરી અને ત્રીજી જુના દિવસે જિલ્લા આંતરિક બદલીની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે, જ્યારે આ તમામ કામગીરી 1 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. - એમ.આઈ. જોષી (પ્રાથમિક શિક્ષણ નિયામક)

બદલીનો ઓર્ડર પણ ઓનલાઇન થશે : પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ જોશી એ વધુમાં જણાવ્યું હતું કે, તમામ કામગીરી ઓનલાઇન જ શરૂ કરવામાં આવી છે અને શિક્ષકોની બદલીનો ઓર્ડર પણ ઓનલાઇન જ આપવામાં આવશે. જો કોઈ શિક્ષકની બદલી ન થઈ હોય તો ના થવાના કારણો પણ જે તે શિક્ષકોને બદલીના પોર્ટલ પર જ જોવા મળી શકશે. સાત દિવસની અંદર તે યથાવત કારણ અથવા તો ખુલાસો આપીને ફરીથી બદલી કરવાની અરજી પણ કરી શકશે.

નિયમો મુજબ જ બદલી કરવામાં આવશે : ગુજરાતમાં 40,000થી વધુ શિક્ષકો પોતાની બદલીની માંગ કરી રહ્યા છે, ત્યારે આ બાબતે એમ.આઈ. જોશી એ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 12 મેં 2023ના રોજ જાહેર કરેલા બદલીના નિયમો અનુસાર જ શિક્ષકોની બદલી કરવામાં આવશે. નિયમોને વિરુદ્ધ કોઈપણ શિક્ષકોની બદલી કરવામાં આવશે નહીં, આમ પ્રથમ તબક્કે સિનિયોરિટી અને જગ્યાના ધોરણે બદલી કરવાની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવશે, ઉલ્લેખનીય છે કે શિક્ષકોની બદલી માટે તબક્કાવાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કો એક જુલાઈના રોજ પૂર્ણ થશે અને ત્યારબાદ જરૂર પડશે તો બીજા તબક્કામાં પણ શિક્ષકોની બદલીની કામગીરી હાથ ધરાશે.

દંપતી કિસ્સામાં આપવું પડશે પ્રમાણપત્ર : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા બદલીના નિયમમાં પતિ પત્ની બંને સરકારી નોકરીયા હશે તેવા કિસ્સામાં ફેરબદલી માટેનું એક પ્રમાણપત્ર પણ આપવાનો રહેશે. જેમાં જે વિદ્યા સહાયક શિક્ષક બદલી કરવા માંગતા હોય તેમના પતિ અથવા તો પત્ની જે શાળામાં અથવા તો જે સંસ્થામાં ફરજ બજાવતા હોય તેની વિગતો પણ પ્રમાણપત્રમાં લખવી પડશે. આ ઉપરાંત જે તે વિભાગના વડાની સહી સાથે અને સંસ્થાના સહી સિક્કા સાથેનું એક પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવશે, જ્યારે મેડિકલ કારણોસર બદલીની અરજીમાં મેડિકલની તમામ વસ્તુઓનું પણ પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જ્યારે પતિ-પત્નીના કિસ્સામાં શિક્ષક ત્રણ વર્ષની નોકરી કરેલ છે તે બાબતનો સંબંધિત વહીવટી વિભાગમાં મહેકમનો હવાલો ધરાવતા વર્ગ એકથી ઉતરતાના હોય તેવા અધિકારીઓ દ્વારા આપેલ અને હાઇકોર્ટની સેવાઓમાં કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રની નકલ પણ જોડવાની રહેશે.

જિલ્લા તાલુકામાં તૈયાર થશે લિસ્ટ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, જિલ્લામાં વધઘટ કેમ્પ પૂર્ણ થયા બાદ બાકી રહેલ વર્ધ શિક્ષકોની વિગતો દર્શાવતું રજીસ્ટર પણ તૈયાર કરવામાં આવશે, જ્યારે ખાલી પડેલી જગ્યા બાબતનું પણ એક અલગ પ્રકારનું રજીસ્ટર તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી5 અને 6થી 8માં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકોને ફાળવણી કરવામાં આવતી હોય છે, ત્યારે કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા સામે શિક્ષકોની વધ ઘટ ન થાય તેને ધ્યાનમાં લઈને પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જ્યારે બદલી ઈચ્છુક શિક્ષક હોય સેલ્ફ ડિકલેરેશનમાં આપવું પડશે અને જો કોઈપણ વિગતો અથવા તો દસ્તાવેજ ખોટા હશે. તો જે તે શિક્ષકને શિક્ષાપાત્ર પરની જોગવાઈ સાથે ખોટી માહિતી, ખોટા દસ્તાવેજના આધારે લાભ રદ કરવાનો પણ જોગવાઈ સેલ્ફ ડેકલેરેશન પત્રકમાં કરવામાં આવી છે. વિદ્યા સહાયક અને શિક્ષકની નોકરી માટે ફરજિયાત 5 વર્ષ નોકરી હોવી જરૂરી છે.

અંતિમ 2 વર્ષ શિક્ષક પોતાના જિલ્લામાં નોકરી કરી શકશે : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે, પ્રતિનિયુક્તિના કિસ્સાઓમાં નિવૃત્તિના બે વર્ષ પૂર્વે પ્રતિનિયુક્તિ વાળા કર્મચારીઓને તેના મૂળ જિલ્લામાં પરત કરવાના રહેશે, જ્યારે શિક્ષકોને પ્રતિનિયુક્તિ જે તે જિલ્લામાં તેઓના વિભાગ અથવા તો વિષયની ચોખ્ખી ખાલી જગ્યા પર જ મૂકી શકાશે. આવી પ્રતિનિયુક્તિ માટે નિમણૂક બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષની સેવા બજાવેલી હોવી જોઈએ તથા જે તે જિલ્લાની વિષય મુજબની ચોખ્ખી ખાલી જગ્યાના 50 ટકા જગ્યા ઉપર જ પ્રતિનિયુક્તિ આપી શકાશે અને આ બાબતે તમામ સત્તા શિક્ષણ વિભાગની રહેશે.

  1. Teachers in Education Conference : દેશના શિક્ષકોએ સ્પષ્ટ કર્યું ચિત્ર, 3 મહિના સુધી સેલેરી નહીં, વિદ્યાર્થીઓ માટે જ સમય નથી
  2. Primary Teachers Transfer : ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષકોએ તાત્કાલિક ધોરણે બદલીની કરી માંગ
  3. Gandhinagar News : ગુજરાતના શિક્ષકોના પડતર પ્રશ્નો વચ્ચે યોજાશે રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન, વાતોના વડાં વચ્ચે પ્રશ્નો ઉકેલાશે?

Last Updated : Jun 2, 2023, 5:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.