ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત્ત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 572 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 25 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 29001 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી બુધવારે 575 દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી.
રાજ્યમાં 24 કલાકમાં 572 કોરોના કેસ નોંધાયા ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 205, સુરત મહાપાલિકા વિસ્તારમાં 155, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 35, સુરત 17, જામનગર મહાપાલિકા 12, અમદાવાદ, વડોદરા, ભરૂચ 10-10, રાજકોટ મહાપાલિકા, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, નર્મદા 9-9, અરવલ્લી 7, નવસારી 6, ગાંધીનગર, કચ્છ, ગીર સોમનાથ, વલસાડ 5-5, મહેસાણા, રાજકોટ, અમરેલી 4-4, ભાવનગર મહાપાલિકા, મહીસાગર, છોટા ઉદેપુર, પાટણ, ખેડા 3-3, ગાંધીનગર પાલિકા, જૂનાગઢ પાલિકા, ભાવનગર, જૂનાગઢ 2-2, બનાસકાંઠા સાબરકાંઠા બોટાદ જામનગર દાહોદમા 1-1 કેસ સામે આવ્યા છે.
જ્યારે 70 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1736 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 19601 કેસ નોંધાયા છે. સુરત સતત્ત ચોથા દિવસે 155ની આસપાસ આંકડો સામે આવ્યો છે.