ETV Bharat / state

રાજ્યમાં તબીબોની અછત વચ્ચે નડિયાદ-વિસનગરમાં મેડીકલ કોલેજ મંજૂર - Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. રાજ્યના વિસનગર અને નડિયાદ ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અને નડિયાદની ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કોલેજમા 150 બેઠક મંજૂર કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં મેડિકલની 300 બેઠકના વધારા સાથે 4450 બેઠકો થઈ જશે. પરિણામે દર્દીઓને સારી સુવિધા મળશે.

રાજ્યની મેડીકલ કોલેજમા તબીબોની અછત વચ્ચે નડિયાદ અને વિસનગરમાં મેડીકલ કૉલેજ મંજૂર
author img

By

Published : Apr 26, 2019, 10:32 PM IST

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘરઆંગણેજ તબીબી શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે આરોગ્યનીતિ અમલી બનાવી છે. આ નીતિ હેઠળ ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજો સ્થાપવા માટે પ્રોત્સાહક યોજના જાહેર કરી હતી. તે અંતર્ગત રાજ્યમાં નવી ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવા માટે વિદ્યાર્થી દીઠ અને MBBSની બેઠક દીઠ, 5 વર્ષ સુધી દર વર્ષે રૂા.15 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજોને આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે આજે વિસનગર અને નડિયાદની 2 નવી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ માટે MBBSની 150-150 બેઠકો મળી કુલ 300 બેઠકોને મંજૂરી આપી છે. આ સાથે રાજ્યમાં કુલ 4450 બેઠકો ઉપલબ્ધ થશે. આ બેઠકો પર આ વર્ષથી જ પ્રવેશ આપવામાં આવશે. જેના કારણે 300 તેજસ્વી વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાની તક મળશે અને રાજ્યમાં ભવિષ્યમાં ડૉક્ટરોની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

નાયબ મુખ્ય પ્રધાન પટેલે ઉમેર્યું કે, નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર તથા ધર્મસિંહ દેસાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ કોલેજ, નડીયાદ ખાતે આ વધારાની 300 બેઠકો ઉપલબ્ધ થતાની સાથે જ રાજ્ય સરકારની ગ્રીનફીલ્ડ કોલેજોના નિર્માણની નીતિ અન્વયે આ બંને સ્થળોએ 300-300 પથારીની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ પણ ઉપલબ્ધ થશે. જેના કારણે દર્દીઓને ઘરઆંગણે ઝડપથી સારવાર મળતી થશે. આ બેઠકોને મંજૂરી માટે છેલ્લા એક વર્ષથી પ્રક્રિયા ચાલતી હતી.

મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આજે મંજૂરી આપી દેવાઇ છે. જેના પર આ વર્ષે 2019-20થી પ્રવેશ આપવામાં આવશે.અમરેલી અને અમદાવાદની એક એક ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજોમાં પણ 300 બેઠકોની મંજૂરી માટે પ્રક્રિયા હેઠળ ઇન્સ્પેક્સનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જેથી વધારાની બીજી 300 બેઠકોની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી રહી છે. પરંતુ હાલમાં જ મેડિકલ કોલેજ કાર્યરત છે, તેવી હોસ્પિટલોમાં તબીબોની અછત જોવા મળી રહી છે. એમસીઆઇના ઈન્સ્પેકશન સમય તબીબોને એક જગ્યાએથી બીજી જગ્યાએ રો રો ફેરીની જેમ લઈ જવામાં આવે છે અને હાજરી બતાવાય છે. ત્યારે આ 2 મંજૂર કરાયેલી મેડિકલ કોલેજો હવે કેવી રીતે ચાલે છે એ તો આવનાર સમય જ બતાવશે.

R_GJ_GDR_RURAL_06_26_APRIL_2019_STORY_TWO MEDICAL COLLEGE PAREMITION_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) રાજ્યની મેડીકલ કોલેજમા તબીબોની અછત વચ્ચે નડિયાદ અને વિસનગરમાં મેડીકલ કૉલેજ મંજુર.

ગાંધીનગર, (ફાઇલ ફોટો મુકવો)

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. રાજ્યના વિસનગર અને નડિયાદ ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે તેમણે કહ્યું કે, વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અને નડિયાદની ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ કોલેજમા 150 બેઠક મંજૂર કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં મેડિકલની 300 બેઠકના વધારા સાથે 4450 બેઠકો થઈ જશે. પરિણામે દર્દીઓને સારી સુવિધા મળશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘરઆંગણેજ તબીબી શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે આરોગ્યનીતિ અમલી બનાવી છે. આ નીતિ હેઠળ ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજો સ્થાપવા માટે પ્રોત્સાહક યોજના જાહેર કરી હતી. તે અંતર્ગત રાજ્યમાં નવી ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવા માટે વિદ્યાર્થી દીઠ અને MBBSની બેઠક દીઠ, પાંચ વર્ષ સુધી દર વર્ષે  રૂા.15 લાખની  સહાય રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજોને આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે આજે વિસનગર અને નડિયાદની બે નવી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ માટે MBBSની 150-150 બેઠકો મળી કુલ 300 બેઠકોને મંજૂરી આપી છે. આ સાથે રાજ્યમાં કુલ 4450 બેઠકો ઉપલબ્ધ થશે. આ બેઠકો પર આ વર્ષ થી જ પ્રવેશ આપવામાં આવશે.  જેના કારણે 300 તેજસ્વી વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાની તક મળશે અને રાજ્યમાં ભવિષ્યમાં ડૉક્ટરોની સુવિધા પણ  ઉપલબ્ધ થશે. 

નાયબ મુખ્ય પ્રધાન પટેલે ઉમેર્યું કે, નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર તથા ધર્મસિંહ દેસાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ કોલેજ, નડીયાદ ખાતે આ વધારાની 300 બેઠકો ઉપલબ્ધ થતાની સાથે જ રાજ્ય સરકારની ગ્રીનફીલ્ડ કોલેજોના નિર્માણની નીતિ અન્વયે આ બંને સ્થળોએ 300-300 પથારીની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ પણ ઉપલબ્ધ થશે. જેના કારણે દર્દીઓને ઘરઆંગણે ઝડપથી સારવાર મળતી થશે. આ બેઠકોને મંજુરી માટે છેલ્લા એક વર્ષથી પ્રક્રિયા ચાલતી હતી.

મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આજે મંજૂરી આપી દેવાઇ છે જેના પર આ વર્ષે 2019-20થી પ્રવેશ આપવામાં આવશે. અમરેલી અને અમદાવાદની એક એક ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજોમાં પણ 300 બેઠકોની મંજૂરી માટે પ્રક્રિયા હેઠળ ઇન્સ્પેક્સનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જેથી વધારાની બીજી 300 બેઠકોની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી રહી છે પરંતુ હાલમાં જ મેડિકલ કોલેજ કાર્યરત છે. તેવી હોસ્પિટલોમાં તબીબોની અછત જોવા મળી રહી છે. એમસીઆઇના ઈન્સ્પેકશન સમય તબીબોને એક જગ્યાએથી બીજી જગ્યાએ રો રો ફેરી ની જેમ લઈ જવામાં આવે છે અને હાજરી બતાવાય છે. ત્યારે આ બે મંજૂર કરાયેલી મેડિકલ કોલેજો હવે કેવી રીતે ચાલે છે એ તો આવનાર સમય જ બતાવશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.