ગાંધીનગરઃ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 162, સુરત મહાપાલિકા વિસ્તારમાં 218, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 56, સુરત 36, રાજકોટ 32, વલસાડ 18, અમદાવાદ 15, ભરૂચ 15, ખેડા 12, પાટણ 11, રાજકોટ કોર્પોરેશન 10, જૂનાગઢ કોર્પોરેશન, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, તાપી, ભાવનગર 9-9, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ 8-8, ભાવનગર કોર્પોરેશન 7, જામનગર કોર્પોરેશન 6, પંચમહાલ 6, અરવલ્લી 5, મોરબી 5, ગીર સોમનાથ 4, જુનાગઢ 4, મહીસાગર, નવસારી, બોટાદ 3-3, ગાંધીનગર કોર્પોરેશન 2, કચ્છ 2, નર્મદા, અમરેલી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ સામે આવ્યો છે.
![રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો નવો રેકોર્ડ 725 કેસ, 486 ડિસ્ચાર્જ, 18 મોત, કુલ આંકડો 36123](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-12-gujaratcorona-photo-7205128_05072020193220_0507f_1593957740_1071.jpg)
જ્યારે 72 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1945 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 21892 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે.
બીજી તરફ સુરત શહેર રાજ્યમાં આજે સૌથી ટોપ ઉપર રહ્યું છે, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 218 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 36 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 250 કરતાં વધુ કેસ સામે આવ્યા છે. વિજય રૂપાણી દ્વારા સુરતની મુલાકાત લેવામાં આવી હતી. તેમ છતાં સુરતમાંથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જો આ જ રીતે સુરતમાં કેસ સામે આવતા રહેશે તો અમદાવાદ કરતા પણ આગળ નીકળી શકવાની શક્યતા નકારી શકાતી નથી.