શિક્ષણ વિભાગ દ્વારા 26 નવેમ્બર 2018ના રોજ ભણતરનો ભાર ઓછો કરવા અને વિદ્યાર્થીઓની બેગનું વજન ઘટાડવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અલગ-અલગ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની બેગનું વજન નક્કી કરવામાં આવ્યું હતું. શિક્ષણની નિરીક્ષકોને તમામ શાળાઓમાં જઈ તેની તપાસ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક શિક્ષણ નિરીક્ષકો દ્વારા આદેશનો અનાદર કરવામાં આવતો હોય તેવું જોવા મળે છે.
જેમાં નક્કી કરેલા ફોર્મેટમાં માહિતી પહોંચાડવામાં આવી નથી પરિણામે શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણધિકારીઓને કામગીરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. આદેશમાં જણાવ્યું છે કે, ભણતરનો ભાર ઓછો કરવા માટે ઠરાવ કરવામાં આવે છે. શાળામાં ઇન્સપેકશન દરમિયાન જરૂરી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે કે, નહીં તેનું મોનિટરિંગ કરવાનું કરવાનું રહેશે.
અગાઉ શાળાઓ દ્વારા માહિતી મોકલવામાં આવી છે, પરંતુ જે બાકી રહી ગઈ છે. તે શાળાઓની તમામ વિગતો આગામી સાત દિવસમાં મોકલવાની રહેશે. જ્યારે જે શાળાઓ નિયમ પાલન નથી કરતી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ બાદ હવે સમગ્ર રાજ્યમાં પણ ભણતરનો ભાર ઓછો કરવા માટે કરવા માટેનો દેખાડો કરવામાં આવશે. ત્યારબાદ ફરીથી શાળા સંચાલકો, શિક્ષણ નિરીક્ષકો એક થઇ જશે.